International

બ્રાઝીલમાં ૫૫ વર્ષના એક ટિક ટોકરનું મોત તેના જન્મદિવસ પર જ થયું

બ્રાઝીલ
જિમમાં પરસેવો વહાવી મહેનત કરી બોડી બનાવવામાં લાંબો સમય લાગે છે અને તેમ છતાં પિક્સરના હીરોની જેમ બોડી બની શકતી નથી. અને બોડી બનાવવી, બાઇસેપ્સ-ટ્રાઇસેપ્સ વધારવા આજકાલ ભારતના દરેક યુવકનું સપનું બની ગયું છે. ત્યારબાદ ઘણા લોકો પોતાની બોડીના મસલ્સ વધારવા માટે ઇન્જેક્શન લગાવે છે. જે શરીર માટે ખુબ ખતરનાક હોય છે. અહીં લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. આવો એક કેસ બ્રાઝીલમાં સામે આવ્યો છે. ૫૫ વર્ષના એક ટિક ટોકરનું મોત તેના જન્મદિવસ પર થઈ ગયું. વર્ષોથી તે બોડી બનાવવા જીવલેણ ઇન્જેક્શન લઈ રહ્યો હતો. તેવામાં આ ખતરનાક ઇન્જેક્શનની મદદથી તેણે ૨૩ ઇંચના બાઇસેપ્સ પણ બનાવી લીધા હતા. તે વ્યક્તિ ટિકટોક પર એટલો ફેમસ હતો કે તેના મિલિયસન્સમાં ફોલોઅર્સ હતા. તેને ૬ વર્ષ પહેલા ચેતવણી આપવામાં આવી હતી કે તે આવા ખતરનાક સ્ટેરોયડ કે ઇન્જેક્શનનો ઉપયોગ ન કરે. તેની નર્વ સિસ્ટમ પણ ખરાબ થઈ ચુકી હતી. બ્રાઝીલના વાલ્દિર સેગાતોના ડોક્ટરોએ તેને છ વર્ષ પહેલા ચેતવણી આપી હતી કે બોડી બનાવવામાં તે ઇન્જેક્શનનો ઉપયોગ ન કરે. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા તેની બોડીની પ્રશંસા કરવામાં આવતી હતી. ત્યારબાદ તેણે તેના બાઇસેપ્સ વધારવાનું નક્કી કર્યું હતું. ટિક ટોક પર પોતાના સક્રિય રાખનાર વાલ્દિર સેગાતોનું મોત તેના જન્મદિવસ પર થયું છે. મોત પહેલા વાલ્દિર ખુબ પરેશાન થયો. વાલ્દિર સવારે છ વાગે ઘરમાં ફરી રહ્યો હતો. ત્યારબાદ નજીકના રૂમમાં ગયો અને મદદ માંગી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું નિધન થઈ ગયું.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *