બ્રિટન
બ્રિટન સિવાય બાકીના યુરોપમાં કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં લગભગ ૨૯% નો વધારો નોંધાઈ રહ્યો છે. રશિયા અને ગ્રીસ જેવા દેશોની સાથે માત્ર પાંચ દેશોમાં નવા કેસમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ બન્યો છે. બીજી તરફ, અમેરિકામાં રાષ્ટ્રપતિ બાઇડને સ્કૂલો ખુલ્લી રાખવા માટે ૫૦ લાખ મફત કોરોના ટેસ્ટ કીટ આપવાની જાહેરાત કરી છે. ફ્રાન્સમાં બુધવારે રેકોર્ડ ૩.૭૦ લાખ નવા કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં ૬૫ થી ૩,૯૬૩ દર્દીઓને ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાશ્ચર સંસ્થાએ મહિનાના અંત સુધીમાં છઠ્ઠી લહેરની આશંકા વ્યક્ત કરી છે. કેનેડિયન રાજ્ય ક્યુબેકમાં જેઓએ રસી નથી લીધી તેમના પર ટેક્સ લાગશે. આને હેલ્થ કોન્ટ્રીબ્યુશન ટેક્સ નામ આપવામાં આવ્યું છે. કેનેડામાં અત્યાર સુધીમાં ૩૦,૯૫૮ લોકોના મોત થયા છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ડો. લેવનાર્ડે એક સંશોધનને ટાંકીને જણાવ્યું હતું કે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોનનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર લગભગ ૫૦ ટકા ઓછો છે. રસી ઓમિક્રોન સામે પ્રતિકાર વધારે છે. ૩૦ નવેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી કેલિફોર્નિયાની હોસ્પિટલોમાં દાખલ થયેલા ૫૨,૦૦૦ દર્દીઓમાંથી કોઈને પણ વેન્ટિલેટર સપોર્ટની જરૂર નથી પડી.બ્રિટનમાં કોરોના સંક્રમણના નવા કેસનો દર સતત ઘટી રહ્યો છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન, બ્રિટનમાં નવા કેસોમાં લગભગ ૫૫% નો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે ૪ જાન્યુઆરીએ બ્રિટનમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨.૧૮ લાખ કેસ નોંધાયા હતા. જ્યારે ૧૨ જાન્યુઆરીએ માત્ર ૧.૨૯ લાખ નવા દર્દીઓ સામે આવ્યા હતા. બ્રિટનની ૩૧૫ માંથી ૯૫ કાઉન્સિલમાં દરરોજ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. લંડનમાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૧થી ૧૧ જાન્યુઆરી સુધી કેસ સતત ઘટી રહ્યા છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો છે કે બ્રિટનનો આ ટ્રેન્ડ દક્ષિણ આફ્રિકા જેવો જ છે, જ્યાં ૧૨ ડિસેમ્બરે ૩૭,૮૭૫ નવા કેસ નોંધાયા હતા. ૧૧ જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકામાં માત્ર ૫,૬૬૮ નવા કેસ નોંધાયા હતા.
