લંડન
બ્રિટનમાં કોરોના મહામારી થાળે પડતી દેખાઈ ત્યાં આર્થિક અને રાજકીય મોરચે ડોહળાવા લાગ્યું છે.જેમાં બ્રિટનના વડાપ્રધાન લીઝ ટ્રસે નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગની ૩૯ દિવસમાં જ હકાલપટ્ટી કરી છે અને તેમના સ્થાને નવા ચાન્સેલર તરીકે જેરેમી હન્ટની નિમણૂક કરી દીધી છે.લિઝ ટ્રસના મિનિ બજેટના કારણે બજારમાં મચેલી ઉથલપાથલ મુદ્દે પક્ષમાં ઉઠેલો બળવો દબાવી દેવા માટે તેમણે ક્વાર્ટેંગની હકાલપટ્ટી કરી હતી.આમ ક્વાર્ટેંગે વડાપ્રધાન દ્વારા આર્થિક પેકેજમાં ફેરફાર કરવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.લિઝ ટ્રસે ક્વાસી ક્વાર્ટેંગને હાંકી કાઢવામાં આવ્યા હતા.આમ બ્રિટનના પીએમ લિઝ ટ્રસે વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સમાં કાપનો ર્નિણય પાછો ખેંચવો પડયો હતો. વડાપ્રધાનપદની રેસમાં લડતી વખતે લિઝ ટ્રસે પીએમ બનતા ટેક્સમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી.ત્યારે તેમના ચૂંટણી વચન મુજબ વડાપ્રધાન બન્યા પછી લિઝ ટ્રસે ૨૩મી સપ્ટેમ્બરે મોંઘવારી વચ્ચે ટેક્સમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી.પરંતુ તેમની જાહેરાતથી બજાર ખળભળી ગયું હતું.બજારમાં થયેલી ઉથલપાથલના પગલે લિઝ ટ્રસે ટેક્સમાં કાપનો ર્નિણય પાછો ખેંચવો પડયો હતો.
