International

બ્રિટનમાં નવી બિમારી સામે આવી લાસા ફીવર ઃ ૧નું મોત

અમેરિકા
બ્રિટનમાં લાસા તાવના ત્રણ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત થયું છે. ત્રણેય દર્દીઓનું કનેક્શન પશ્ચિમ આફ્રિકન દેશોના પ્રવાસ સાથે જાેડાયેલું છે. આ એક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે. તેથી તેને ‘લાસા વાયરસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો પહેલો કેસ ૧૯૬૯માં નાઈજીરિયાના લાસા શહેરમાં નોંધાયો હતો, તેથી આ રોગનું નામ લાસા રાખવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બે નર્સો લાસા તાવથી મૃત્યુ પામ્યા. આ પછી વિશ્વના ઘણા દેશોમાં તેના કેસ સામે આવ્યા. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર લાસા તાવ એ વાયરસથી થતો રોગ છે. જે ઉંદરો દ્વારા ફેલાય છે. આ રોગ લાસા વાયરસથી સંક્રમિત ઉંદરોના મળ, પેશાબ અથવા ખાદ્ય પદાર્થોમાં ચેપ લગાવીને મનુષ્ય સુધી પહોંચી શકે છે. પશ્ચિમ આફ્રિકાના ઘણા દેશોમાં ઉંદરોની વસ્તી વધુ છે. તેથી જ અહીં વધુ કેસ છે. પશ્ચિમ આફ્રિકાના દેશોમાં આ રોગ સ્થાનિક તબક્કામાં છે, જેનો અર્થ છે કે લોકો હવે આ રોગ સાથે જીવતા શીખી ગયા છે. તેમાં બેનિન, ઘાના, ટોગો, સિએરા લિયોન, લાઇબેરિયા, માલી, નાઇજીરિયા અને ગિની જેવા દેશોનો સમાવેશ થાય છે. તેના ૮૦ ટકા દર્દીઓમાં લક્ષણો દેખાતા નથી, પરંતુ જ્યારે તાવ, થાક, માથાનો દુખાવો, નબળાઈ જેવા લક્ષણો દેખાય છે. ત્યારે તેઓ એલર્ટ થઈ જાય છે. આ સિવાય ઉલ્ટી થવી, ચહેરા પર સોજાે આવવો, લોહી આવવું, છાતી, કમર અને પેટમાં દુખાવો થવો એ ચેપના ગંભીર લક્ષણો છે. ચેપ પછી વાયરસને તેની અસર બતાવવામાં ૨થી ૨૧ દિવસનો સમય લાગી શકે છે. ઉૐર્ંના રિપોર્ટ અનુસાર ન્ટ્ઠજજટ્ઠ વાયરસના ચેપને કારણે મૃત્યુનું જાેખમ ૧ ટકા સુધી છે. જાે કે સગર્ભા સ્ત્રીઓ સૌથી વધુ જાેખમ છે. ચેપના ૮૦ ટકા કેસોમાં કોઈ લક્ષણો દેખાતા નથી. તેથી વાયરસ શોધી શકાતો નથી. જાે શરૂઆતના તબક્કામાં સારવાર ન મળે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે. સારવાર વિના જીવનું જાેખમ વધે છે. લાસા વાયરસથી સંક્રમિત દર ૫માંથી ૧ દર્દીની સ્થિતિ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ દર્દીના લીવર, બરોળ અને કિડની પર હુમલો કરે છે. દર્દી તેના લક્ષણો દર્શાવ્યાના ૨ અઠવાડિયા પછી મૃત્યુ પામે છે. આવા કિસ્સાઓમાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થાય છે, એટલે કે શરીરમાં એક કરતાં વધુ અંગો કામ કરવાનું બંધ કરી દે છે. ઝ્રડ્ઢઝ્ર રિપોર્ટ કહે છે, ચેપ પછી બહેરાશની સમસ્યા પણ થઈ શકે છે, આ રોગની ગંભીરતાનો મોટો સંકેત છે. તેના ચેપને રોકવા માટે ઉંદરોની નજીક જવાનું ટાળો. ઘરોમાં ઉંદરોના પ્રવેશને અટકાવો.

Mouse-Virus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *