બ્રિટન
વિશ્વભરમાં મોટાપાના લીધે ઘણા લોકો પરેશાન છે ત્યારે બ્રિટનમાં મોટાપા સામે ઝઝૂમી રહેલા લોકોનું વજન હવે ઈન્જેક્શન દ્વારા ઘટાડી શકાશે. બ્રિટનમાં દર અઠવાડિયે આવા લોકોને ઈન્જેક્શન આપવાની તૈયારી ચાલી રહી છે. આ ઈન્જેક્શનના કારણે લોકોને ભૂખ ઓછી લાગશે અને તેઓ ઓછું ખાશે. આ ઈન્જેક્શન લોકોને વજન ઘટાડવામાં મદદ કરશે. આ ઈન્જેક્શન ટ્રાયલ દરમિયાન અસરકારક સાબિત થયું છે. આ પ્રકારની સારવારને સેમાગ્લુટાઇડ કહેવામાં આવે છે. સેમાગ્લુટાઇડ વાસ્તવમાં એક પ્રકારની દવા છે જે ભૂખને દબાવીને કામ કરે છે. જ્યારે આ દવા ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે, ત્યારે તે ખોરાક ખાધા પછી મુક્ત થતા હોર્મોનની નકલ કરે છે. આ હોર્મોનને ય્ઙ્મેષ્ઠટ્ઠર્ખ્તહ-ન્ૈાી ઁીॅંૈઙ્ઘી-૧ (ય્ન્ઁ-૧) કહેવામાં આવે છે. જ્યારે તેને ઇન્જેક્શન આપવામાં આવે છે, ત્યારે લોકોને ભૂખ ઓછી લાગે છે અને તેઓ ઓછું ખાય છે. પરિણામે તેમનું વજન ઓછું થવા લાગે છે. ટ્રાયલ દરમિયાન સામે આવ્યું કે જાે આ ઈન્જેક્શનને હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝની સાથે આપવામાં આવે તો ૬૮ અઠવાડિયામાં સરેરાશ ૧૨% વજન ઘટે છે. બ્રિટિશ વેબસાઈટ ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, ટ્રાયલ દરમિયાન જે લોકોને આ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું તેમનું એક વર્ષમાં સરેરાશ ૧૬ કિલો વજન ઘટી ગયું હતું. તે જ સમયે, જે લોકોને પ્લેસબો આપવામાં આવ્યો હતો, તેઓએ સરેરાશ માત્ર ૩ કિલો વજન ઘટાડ્યું હતું. આ ઈન્જેક્શનના ઉપયોગને ડ્રગ્સ રેગ્યુલેટર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (દ્ગૈંઝ્રઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઈન્જેક્શન દર અઠવાડિયે આપવામાં આવશે. દ્ગૈંઝ્રઈ હાલમાં એવા લોકોને આ ઇન્જેક્શનની ભલામણ કરે છે જેમનો બોડી માસ ઇન્ડેક્સ (મ્સ્ૈં) ૩૫ થી ઉપર છે. તે જ સમયેજે લોકો મ્સ્ૈં ૩૦ થી ૩૫ ની વચ્ચે હોય તેઓ પણ તબીબી સલાહ પર આ ઈન્જેક્શન ડાયાબિટીસથી પીડિત લઈ શકે છે. આ ઇન્જેક્શન લેતા દર્દીઓને ડૉક્ટરને પૂછ્યા વિના અચાનક આ ઈન્જેક્શન લેવાનું બંધ ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. જાે કે, પરિણામો જાેઈને અને ડૉક્ટરની સલાહ પર તેને બંધ કરી શકાય છે. આ ઈન્જેક્શન હજુ સંપૂર્ણ રીતે બહાર પાડવામાં આવ્યું નથી. ઈન્જેક્શન અંગે દ્ગૈંઝ્રઈ તરફથી સંપૂર્ણ માર્ગદર્શિકા આવ્યા બાદ તેને બજારમાં લોન્ચ કરવામાં આવશે. ડેઈલી મેઈલ મુજબ, યુકેમાં લગભગ ૧.૨૪ કરોડ લોકો મોટાપાથી પીડિત છે. તેમાંથી ૧૩ લાખથી વધુ લોકો એવા છે જેઓ અન્ય કોઈ બીમારીથી પણ પીડિત છે.
