International

ભારતના ઘણા પત્રકારોને પુલિત્ઝર એવોર્ડથી સન્માનીત કરાયા

વોશિંગ્ટન
પુલિત્ઝર પ્રાઈઝ ૨૦૨૨ના વિજેતાઓની ઘોષણા કરી દેવામાં આવી છે. પત્રકારત્વ, પુસ્તક, ડ્રામા, મ્યુઝિકમાં પુલિત્ઝર પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. વિજેતાઓમાં વૉશિંગ્ટન પોસ્ટ, ભારતના અદાાન આબિદી, સના ઈરશાદ મટ્ટુ, અમિત દવે, દિવંગત દાનિશ સિદ્દીકીના નામ શામેલ છે. યુક્રેનના પત્રકારોને પણ આ વખતે પુલિત્ઝર પુરસ્કારોમાં સ્થાન આપવામાં આવ્યુ છે. રૉયટરના ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકીને મરણોપરાંત પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો છે. સાથે જ અદનાન આબિદી, સના ઈરશાદ અને અમિત દવેને કોરોના કાળમાં ભારતમાં ફોટા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સિદ્દીકીનુ ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલા દરમિયાન મોત થઈ ગયુ હતુ.
પલ્બિક સર્વિસ – વૉશિંગ્ટન પોસ્ટ, બ્રેકિંગ ન્યૂઝ – માયામી હેરાલ્ડ, ઈન્વેસ્ટીગેટિવ રિપોર્ટીંગ – કોરી જી જૉનસન, રેબેકા વિલંગટન, એલી મરે, એક્સપ્લેનેટરી રિપોર્ટીંગ – ક્વાંટા મેજજીન, લોકલ રિપોર્ટીંગ – મેડિસન હૉપકિંસ, સિસિલિયા રેયેસ, નેશનલ રિપોર્ટીંગ – ન્યૂયૉર્ક ટાઈમ્સ, ઈન્ટરનેશનલ રિપોર્ટીંગ – ન્યૂયૉર્ક ટાઈમ્સ, ફીચર રાઈટિંગ – જેનિફર સીનિયર, કમેન્ટ્રી – મેલિંડા હેનબર્ગર, ક્રિટિસિઝ્‌મ – સલામિશાહ ટિલેટ, એડિટોરિયલ રાઈટિંગ – લિહા ફૉકેનબર્ગ, માઈકલ લિંડેનબર્ગ, જાે હોલે, લુઈસ કરાસ્કો, ઈલસ્ટ્રેટેડ રિપોર્ટીંગ એન્ડ કેમેસ્ટ્રી – ફહમીદા આઝિમ, એંથી ડેલ, જાેશ એડમ્સ, વાલ્ક હિકે, બ્રેકિંગ ન્યૂઝ ફોટોગ્રાફી – માર્કસ યમ, વિન મેકનેમી, ડુ એંગરર, સ્પેંસર પ્લેટ, સેમુઅલ કોરમ, જૉન ચેરી, ફીચર ફોટોગ્રાફી – અદનાન આબિદી, સના ઈરશાદ મટ્ટુ, અમિત દવે, દાનિશ સિદ્દીકી, ઑડિયો રિપોર્ટીંગ – ફ્યૂચૂરો મીડિયા પીઆરએક્સ.
પુસ્તકના અલગ શ્રેણીઓમાં પુરસ્કાર, ફિક્શન – ધ નટાનિયાસ, ડ્રામા – ફેટ હેમ, ઈતિહાસ – ક્વર્ડ વિધ નાઈટ, બાયોગ્રાફી – ચેઝિંગ મી ટુ માય ગ્રેવ, કવિતા – ફ્રેંકઃ સોનેટ, જનરલ નૉનફિક્શન – ઈંવિન્સિબલ ચાઈલ્ડ, સંગીત – વૉઈસલેસ માસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *