વોશિંગ્ટન
બે દિવસ પહેલા, એક મિસાઇલ જે આકસ્મિક રીતે પાકિસ્તાનમાં પડી હતી તે “અત્યંત ખેદજનક” ઘટના નિયમિત જાળવણી દરમિયાન તકનીકી ખામીને કારણે થઈ હતી. આ બાબત પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે, સોમવારે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘તમે અમારા ભારતીય સાથીઓ પાસેથી પણ સાંભળ્યું છે કે આ ઘટના એક ભૂલ સિવાય બીજું કંઈ નથી, અમને પણ બનાવ પાછળ બીજું કોઈ કારણ નથી લાગતુ. નેડ પ્રાઈસે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘તમારે આ સંબંધમાં કોઈ અન્ય પ્રશ્ન ભારતીય સંરક્ષણ મંત્રાલયને પૂછવો જાેઈએ. તેમણે ૯ માર્ચે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે દિવસે ખરેખર શું થયું હતું. અમે આ સિવાય અન્ય વધુ કોઈ ટિપ્પણી કરી શકતા નથી. અગાઉ નવી દિલ્હીમાં, ભારતના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપ્યો છે. તેના એક દિવસ પહેલા, પાકિસ્તાને કહ્યું હતું કે ભારત દ્વારા છોડવામાં આવેલ “હાઈ-સ્પીડ ઑબ્જેક્ટ” તેના એરસ્પેસમાં પ્રવેશ્યું હતું અને પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં મિયાં ચન્નુ પાસે પડ્યું હતું. પાકિસ્તાન પર ‘મિસાઈલ ફાયરિંગ’ મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે રાજ્યસભામાં કહ્યું, ‘હું ૯ માર્ચ, ૨૦૨૨ના રોજ બનેલી ઘટના વિશે ગૃહને માહિતગાર કરવા માંગુ છું. આ ઘટના અજાણતા બની હતી. મિસાઇલ યુનિટની નિયમિત જાળવણી અને જરૂરી દેખરેખ દરમિયાન સાંજે ૭ વાગ્યે આકસ્મિક રીતે એક મિસાઇલ ફાયર થઈ ગઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે આ મિસાઈલ પાકિસ્તાન સ્થિત પંજાબના ગ્રામ્ય વિસ્તારમાં પડી હતી. આ ઘટના ખેદજનક છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનામાલનું નુકસાન થયું નથી. રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘સરકારે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. આ માટે ઔપચારિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કથિત અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે.” બાદમાં રક્ષા મંત્રીએ લોકસભામાં પણ આ મામલે નિવેદન આપ્યું હતું. ગયા અઠવાડિયે પાકિસ્તાન પર ‘અજાણતામાં મિસાઈલ ફાયરિંગ’ની ઘટના અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તાજેતરમાં જ પાકિસ્તાનમાં ભારત તરફથી પડેલી મિસાઈલના ‘આકસ્મિક ફાયરિંગ’ સિવાય બીજું કોઈ કારણ નથી. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે એક મિસાઈલ આકસ્મિક રીતે છોડવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં પડી હતી અને આ ‘ખૂબ જ ખેદજનક’ ઘટના છે. આ ઘટના પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે સંસદમાં નિવેદન આપ્યું હતું કે આ ઘટના અજાણતાં જ બની છે.
