International

મંકીપોક્સના યુરોપમાં ૨ અઠવાડિયામાં જ ૩ ગણા કેસ નોંધાયા

યુરોપ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યૂરોપમાં મંકીપોક્સને વધુ ફેલાતો રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આહવાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ગત બે અઠવાડિયામાં મહાદ્રીપમાં કેસ ત્રણ ગણા વધી ગયા છે. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ નેટવર્કે મંકીપોક્સ વાયરસને મહામારી જાહેર કર્યો હતો. જાેકે ઉૐર્ં એ તાજેતરમાં તેને મહામારી ગણવાની ના પાડી દીધી છે. ૧૫ જૂન બાદથી યૂરોપીમાં સંક્રમણના કેસમાં ૩ ગણો વધારો થયો છે. ૬ મેના રોજ બ્રિટનમાં તેનો પહેલો કેસ મળ્યા બાદ આખા યુરોપમાં અત્યાર સુધી લગભગ ૫,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી ૬૭ દેશોમાં મંકીપોક્સના કેસ સામે આવ્યા છે. તેના ૬,૨૨૯ દર્દીઓની ઓળખ થઇ છે. તો બીજી તરફ ૬,૧૭૮ કન્ફોર્મ કેસ નોંધાઇ ચૂક્યા છે. તો બીજી તરફ ૫૨ કેસને સંદિગ્ધ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. મંકીપોક્સના યૂરોપમાં ૫,૨૬૨, ઉત્તરી અમેરિકામાં ૬૯૨, સાઉથ અમેરિકામાં ૯૨, એશિયામાં ૬૪, આફ્રીકામાં ૩૫ અને ઓશિનિયામાં ૧૨ કેસ સામે આવી ગયા છે. તો બીજી તરફ મંકીપોક્સથી ગ્રસ્ત ટોઇપ ૧૦ દેશોમાં બ્રિટન, સ્પેન, અમેરિકા, જર્મની, ફ્રાંસ, પુર્તગાલ, કેનેડા, નેધરલેન્ડ, ઇટલી અને બેલ્ઝિયમ સામેલ છે. લૈંસેટ જર્નલમાં પ્રકશિત એક સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ લંડનમાં રહેનાર મંકીપોક્સના ૫૪ દર્દીઓની તપાસ કરી. આ તમામ હોમસૈક્સુલ હતા. તેમાંથી ફક્ત ૨ દર્દીઓને અંદાજાે ન હતો કે કિઓ સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે. ઉૐર્ં ના યૂરોપ ક્ષેત્રના ક્ષેત્રીય નિર્દેશક હંસ હેનરી ક્લુઝે કહ્યું કે હું સરકારો અને નાગરિક સમાજ માટે આગામી અઠવાડિયા અને મહિનામાં પ્રયત્નોને તેજ કરવા માટે મારા આહવાનને તેજ કરી રહ્યો છું. જેથી મંકીપોક્સના વધતા ભૌગોલિક ક્ષેત્રમાં પોતાને સ્થાપિત કરતાં રોકી શકાય. તેમણે કહ્યું કે તાત્કાલિક અને સમન્વિત કાર્યવાહી જરૂરી છે, જાે આપણે આ બિમારીના પ્રસારને રોકવા ઇચ્છીએ છીએ. મોટાભાગના દેશ જ્યાં મંકીપોક્સના કેસમાં હજારોમાં પહોંચી ગયા છે. તે યૂરોપમાં છે. તો બીજી તરફ આ અઠવાડિયાની શરૂઆતમાં ઉૐર્ં ના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબિયસે કહ્યું કે તે મંકીપોક્સ વાયરસના સતત ટ્રાંસમિશનથી ચિંતિત છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *