ઉતરકોરિયા
જાન્યુઆરી ૨૦૨૨માં જ ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલના ૯ પરીક્ષણો કર્યા હતા. ઘાતક હથિયારોના ઉત્પાદનની પ્રક્રિયામાં લાગેલા આ દેશના ઈતિહાસમાં કોઈપણ એક મહિનામાં આ સૌથી મોટો આંકડો છે. ૨૦૧૭માં ઉત્તર કોરિયાએ ૪,૫૦૦ કિમીની રેન્જવાળી મિસાઈલ અને બાદમાં ૮૦૦૦ કિમીની રેન્જ ધરાવતી હ્વાસોંગ-૧૪ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તે હવે અમેરિકાના કોઈપણ ભાગને મારવાની ક્ષમતા ધરાવે છે. ઉત્તર કોરિયાએ હવાસોંગના ૧૫મા વર્ઝનથી ૧૦,૦૦૦ કિલોમીટરથી વધુને મારવાની ક્ષમતાનો દાવો કર્યો છે. ત્યારે એમ થાય કે ઉત્તર કોરિયા પૈસા ક્યાંથી ભેગા કરે છે?કોરોના મહામારીને કારણે સરહદો પર કડકાઇ વધી છે. આવી સ્થિતિમાં ઉત્તર કોરિયાએ પ્રતિબંધોને નકારીને લક્ઝરી વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર અને ધંધો ખૂબ જ ઝડપથી વધાર્યો છે. ૨૦૦૬ થી લાદવામાં આવેલા પ્રતિબંધોમાં જ્યાં યુએન એ ઉત્તર કોરિયાથી કોલસો, આયર્ન, સીસું, કાપડ, સીફૂડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યાં તેણે ક્રૂડ ઓઇલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ સરહદી વિસ્તારોમાં દરિયા કિનારે ગેરકાયદેસર માધ્યમો દ્વારા આ વસ્તુઓની હિલચાલ દ્વારા ઘણા પૈસા કમાયા. ત્યાં ભૂખમરાની સ્થિતિ હોવાના અહેવાલો છે પરંતુ સરહદો બંધ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ માટે ઉત્તર કોરિયાને લઈને જમીન પર વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે વિશે ચોક્કસ કંઈપણ કહેવું મુશ્કેલ છે. વિશ્વ સાથેના સંપર્ક માટે ઉત્તર કોરિયાનો પાડોશી દેશ ચીન એકમાત્ર સંપર્ક સ્ત્રોત છે. નોર્થ કોરિયા માત્ર ક્રિપ્ટો હેકિંગ, સાયબર એટેક દ્વારા જંગી મૂડી એકત્ર કરી રહ્યું નથી પરંતુ મિસાઈલ માટે જરૂરી ટેક્નોલોજી અને સામગ્રી પણ આ રીતે જુગાડ કરી રહી છે. જેમાં ચીનનું ગુપ્ત સમર્થન ઉત્તર કોરિયા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ રહ્યું છે. ઘણા દેશો પહેલાથી જ યુએન ફોરમ પર ચીન પર ઉત્તર કોરિયાની મદદ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરમાં જ્યારે યુએનમાં ઉત્તર કોરિયા પર પ્રતિબંધો કડક બનાવવાનો પ્રસ્તાવ હતો ત્યારે ચીન અને રશિયાએ પ્રસ્તાવને પસાર થવા દીધો ન હતો જેના પર પશ્ચિમી દેશોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેના પરમાણુ કાર્યક્રમો અને મિસાઈલો માટે નાણાં એકત્ર કરવા માટે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જાે પર સાયબર હુમલા આ દેશની આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ અહેવાલ આ અઠવાડિયે ેંદ્ગજીઝ્ર પ્રતિબંધ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આમાં ઉત્તર કોરિયાના ગુપ્ત હથિયાર કાર્યક્રમને લઈને અનેક દાવા કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જાે અને નાણાંકીય સંસ્થાઓ પર સાયબર હુમલાથી નાણાં એકત્ર કરવું એ ઉત્તર કોરિયા માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે. ઉત્તર કોરિયાના સાયબર હુમલાખોરોએ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ના મધ્ય સુધીમાં ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના ત્રણ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જાેમાંથી ૫૦ મિલિયન ડોલરથી વધુની ચોરી કરી હતી. તેણે સાયબર સિક્યુરિટી ફર્મ ચાઇના એનાલિસિસના ગયા મહિનાના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર કોરિયાએ ગયા વર્ષે ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સ પર ૭થી વધુ સાયબર હુમલાઓ કરીને ડિજિટલ અસ્કયામતોમાંથી ૪૦૦ મિલિયન ડોલરથી વધુની ઉચાપત કરી હતી. યુએન મોનિટરના ૨૦૧૯ના અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તર કોરિયાએ તેના હથિયાર કાર્યક્રમો માટે સાયબર હુમલાઓમાંથી લગભગ ૩ અબજ ડોલર એકત્ર કર્યા છે.
