અમેરિકા
દેશના ઈકોનોમિક સ્ટેટ એટલે મુંબઈના કાંદિવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર એક મુસાફરનો મોબાઈલ છીનવીને શખ્સ ભાગતો હતો, કાંદિવલી પોલીસ સ્ટેશનના બે જવાનો પ્લેટફોર્મ પર દોડી આવી અને ફિલ્મી સ્ટાઈલમાં તેમને પકડીને રેલવે પોલીસને હવાલે કર્યો છે. સીસીટીવીમાં તમે જાેઈ શકો છો કે આરોપી એક મુસાફરનો મોબાઈલ છીનવી રહ્યો છે અને રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે પાછળ-પાછળ ભાગી રહ્યો છે અને તેની પાછળ સાદા યુનિફોર્મમાં મુંબઈ પોલીસનો એક કર્મચારી તેનો પીછો કરી રહ્યો છે અને જ્યારે આરોપી પ્લેટફોર્મ નંબર ૪ ઉપર ચઢે છે, ત્યારે આ પોલીસકર્મીઓ તેને પાછળથી પકડીને રેલવે પોલીસને હવાલે કરે છે. આ બે બહાદુર પોલીસકર્મીઓના નામ રાજેશ ગાઓકર અને યોગેશ હિરેમઠ છે અને તે બંને કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.ધરપકડ કરાયેલા આરોપીનું નામ તાહિર મુસ્તફા સૈયદ છે, જેની ઉંમર ૨૫ વર્ષ છે, પોલીસે કહ્યું કે, આ આરોપી વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે.