International

મુંબઈ લોકલ અને એક્સપ્રેસ ટ્રેનોના મુસાફરોની મુશ્કેલીનો આવશે અંત

કેનેડા
મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે પાંચમી અને છઠ્ઠી લાઇન તૈયાર કરવાનું કામ આજે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે. આ મેગાબ્લોક ત્રણ દિવસ (શનિવારથી સોમવાર) એટલે કે ૭૨ કલાક માટે રાખવામાં આવ્યો હતો. થાણેથી દિવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લેનની તૈયારીના છેલ્લા તબક્કાનું કામ આજે પૂર્ણ થઈ રહ્યું છે. આ પછી હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને કારણે મુંબઈની લોકલ ટ્રેનો મોડી નહીં પડે. બીજી તરફ મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ ઘણીવાર મુંબઈ નજીક આવતી અને બહારના વિસ્તારોમાં પાર્ક કરીને સિગ્નલની રાહ જાેતી. જેના કારણે યોગ્ય સમયે મુંબઈ પહોંચ્યા બાદ પણ મુંબઈ નજીક આવતાં ટ્રેનો મોડી પડતી હતી. આ સમસ્યામાંથી પણ છુટકારો મળશે, કારણ કે પાંચમી અને છઠ્ઠી લાઇન ફક્ત મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે જ ખોલવામાં આવશે. આજે થાણે અને દિવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન પૂરી થયા બાદ હવે કુર્લાથી પરેલ સુધીની પાંચમી અને છઠ્ઠી લાઇનની રાહ જાેવામાં આવશે. સેન્ટ્રલ રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આને લગતા કેટલાક કામ પણ હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે થાણેથી કુર્લા અને દિવાથી કલ્યાણ સુધી ૫મી અને ૬મી લાઇન ઉપલબ્ધ છે. પરંતુ થાણેથી દિવા વચ્ચેની આ લાઈનો ઉપલબ્ધ ન હોવાને કારણે, મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માત્ર ફાસ્ટ લોકલ માટે નક્કી કરાયેલા બે ટ્રેક પરથી પસાર થતી હતી. જેના કારણે મુંબઈ લોકલ અને મેલ-એક્સપ્રેસ બંને ટ્રેન સેવાને અસર થઈ હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને, મુંબઈ રેલવે વિકાસ નિગમ (સ્ઇફઝ્ર) અને મધ્ય રેલવેએ પાંચમી અને છઠ્ઠી લાઇન તૈયાર કરવાનો ર્નિણય લીધો હતો. આ કામ પૂરું થતાં દસ વર્ષ લાગ્યાં. આના ઘણા કારણો છે. રેલ્વેની જમીનો પર અતિક્રમણ, કોર્ટ કેસ અને અન્ય ટેકનિકલ મુશ્કેલીઓના કારણે આ કામ પૂર્ણ કરવામાં દસ વર્ષનો સમય લાગ્યો હતો. આ કામગીરી પૂર્ણ કરવા માટે શનિવારથી સોમવાર સુધી ૭૨ કલાકનો મેગા બ્લોક રાખવામાં આવ્યો હતો. જેના કારણે ૩૫૦ થી વધુ લોકલ ટ્રેનો અને ૧૦૦ થી વધુ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવી પડી હતી.

Mumbai-Local-Train.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *