મેક્સિકો
ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોમાં થયેલા ગોળીબારમાં ૧૯ લોકોના મોત થયા છે. સેન્ટ્રલ મેક્સિકોમાં આ ગોળીબાર થયો છે, જેમાં ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. સેન્ટ્રલ મેક્સિકો એડમિનિસ્ટ્રેશનના નિવેદન અનુસાર, ગોળીબાર રવિવારે રાત્રે ૧૦ઃ૩૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે થયો હતો. જે બાદ પોલીસે ઘટનાસ્થળને ઘેરી લીધો છે અને મામલાની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટના અંગે હજુ વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે. મિચોઆકને સાર્વજનિક સુરક્ષા સચિવના કાર્યાલયે ટિ્વટર પર કહ્યું સંધીય અધિકારી આ ધટનાને અંજામ આપવામાં જવાબદાર લોકોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. અધિકારીઓએ ગોળીબારને કારણ જણાવ્યું નથી પરંતુ મિચોઆકેન અને પડોશી ગુઆનાજુઆતો મેક્સિકોના ૨ રાજ્ય છે. બંન્ને રાજ્યમાં હિસાને કારણે ડ્રગ્સ ટ્રાફિકીંગ છે. જેના કારણે બંન્ને ગેંગ વચ્ચે ગોળીબાર થયો હતો. મિચોઆકન દુનિયાના સૌથી મોટું એવોકૈડા ઉત્પાદન ક્ષેત્ર પણ છે. ગત્ત મહિને ત્યાં કામ કરનારા એક અમેરિકી નિરીક્ષક વિરુદ્ધ ભયના કારણે અમેરિકાએ એવોકૈડાની નિકાસ પર રોક લગાવી હતી. ગત્ત મહિનામાં મિચોઆકનમાં એક ભયાનક હુમલો થયો હતો. જેમાં ૧૭ લોકોના મોત થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, ગેંગ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આ હુમલો થયો હતો. મેક્સિકો ૨૦૦૬થી કાર્ટેલ સાથે સંબધિત હિંસાના એક ચક્રમાં ફસાયેલું છે. તે સમયે સરકારે સંધીય સૈનિકોની સાથે એક વિવાદાસ્પદ ડ્રગ્સ વિરોધી અભિયાન શરુ કર્યું હતુ. આંકડાઓ અનુસાર ત્યારથી અત્યારસુધીમાં ૩,૪૦,૦૦૦થી વધુ હત્યાઓ થઈ ચૂકી છે. જેમાં મોટાભાગની હત્યા અપરાધિક લડાઈના કારણે થઈ છે. આ મહિનાની શરુઆતના મધ્યમાં એક ઘર પર થયેલા હુમલામાં ૯ લોકોની હત્યા થઈ હતી. મૃત્યુ પામનાર લોકોમાં ૬ પુરુષ અને ૩ મહિલા સામેલ હતી. આ હુમલો શાંતિપૂર્ણ ગણાતું શહેર એટલિકસ્કોમાં થયો હતો.
