International

મેક્સિકોમાં રહસ્યમય રીતે ઝેર ખવડાવી દેવાની ત્રીજી ઘટનાથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ

મેક્સિકોસિટી
મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસની એક ગ્રામિણ હાઈસ્કૂલમાં એક અજાણ્યા પદાર્થથી લગભગ ૫૭ જેટલા વિદ્યાર્થીઓને ઝેર આપી દેવામાં આવ્યું છે. ચિયાપાસની સ્કૂલોમાં શુક્રવારે સામૂહિક ઝેર આપવાની આ ત્રીજી ઘટના છે. જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ બેઠો છે. મેક્સિકન સોશિયલ સિક્યોરિટી ઈંસ્ટીટ્યૂટે જણાવ્યું છે કે, બોચિલના ગ્રામિણ સમુદાયના ૫૭ કિશોર વિદ્યાર્થીઓમાં ઝેરના લક્ષણોની સાથે સાથે સ્થાનિક હોસ્પિટલે પહોંચ્યા હતા.સંસ્થાએ કહ્યુ કે, તેમાંથી એક વિદ્યાર્થીની હાલત નાજૂક હતી. જેની રાજ્યની રાજધાનીની એક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે, જ્યારે બાકી છાત્રોની હાલત સ્થિર છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર અધિકારીઓએ ઝેર ખવડાવવાની આ ઘટના પર કોઈ અટકળો આપી નથી. જ્યારે સ્થાનિક મીડિયાએ કહ્યુ છે કે અમુક માતા-પિતાનું માનવું છે કે, વિદ્યાર્થીઓની દૂષિત પાણી અથવા ભોજનથી આવી હાલત થઈ છે. બોચિલના નેતાઓએ એક નિવેદનમાં કહ્યું છે કે, તેઓ આ ઘટનાથી નારાજ છે અને આ ઘટનાની તપાસ થઈ રહી છે. આ બાજૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્કૂલમાં એક અરાજક દ્રશ્ય દેખાઈ રહ્યું છે .જેમાં સ્કૂલ વર્દીમાં રહેલા બાળકોને લઈ જતાં વાલીઓ ચિંતિત છે. સોશિયલ મીડિયા પર એક એવો પણ રિપોર્ટ છે કે, ઝેર માટે ૧૫ ટેસ્ટ કર્યા હતા, જેના પરિણામ ડ્રગ્સ માટે નેગેટિવ આવ્યા હતા. જ્યારે સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત રિપોર્ટમાં કહેવાયુ છે કે, વિદ્યાર્થીઓના કોકેઈન ટેસ્ટના પરિણામ પોઝિટિવ આવ્યા હતા. શનિવારે એક ફેસબુક વીડિયોમાં બતાવ્યું હતું કે, ઢગલાબંધ માતા-પિતા માધ્યમિક વિદ્યાલયની બાસ્કેટબોલ કોર્ટમાં એકઠા થયા હતા. આ માઈક્રોફોન પર તેમણે સત્તાવાર રીતે આ ઘટના વિશે જવાબ માગ્યો હતો. જ્યારે ત્યાં એક અસંખ્ય પોલીસફોર્સ પણ તૈનાત હતી. આ વીડિયોમાં એક શખ્સે કહ્યું હું કે, તેની દિકરીને ઝેર આપી દેવામાં આવ્યુ છે અને અન્ય વિદ્યાર્થીઓની માફક તેમની દિકરીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *