International

યમાના ભાષા બોલનારી એકમાત્ર મહિલાના મોત બાદ ભાષાનો અંત થયો

સેન્ટિયાગો
ક્રિસ્ટીના કાલ્ડેરોન ચિલીના વિલા ઉકિકા શહેર સ્થિત એક સાધારણ ઘરમાં રહેતા હતા અને જીવન નિર્વાહ માટે મોજા બનાવીને વેચતા હતા. આ શહેરને યગાન લોકોએ વસાવ્યું હતું. એક રિપોર્ટ મુજબ યમાના ભાષા આજેર્ન્ટિના અને ચિલી વચ્ચે ટિએરા ડેલ ફૂએગો નામના એક દ્વિપ પર રહેનારા આદિવાસીઓ દ્વારા બોલાતી ભાષા હતી. ક્રિસ્ટીના કાલ્ડેરોને પોતાના જ્ઞાનને જાળવી રાખવા માટે સ્પેનિશ ભાષામાં અનુવાદ સાથે એક શબ્દકોશ તૈયાર કર્યો છે. પરંતુ હવે યમાના બોલનારા કોઈ પણ વ્યક્તિ જીવિત નથી. કાલ્ડેરોનની પુત્રી લિડિયા ગોન્ઝાલેઝે તેમની માતાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમની સાથે અમારા લોકોની સંસ્કૃતિ સાથે જાેડાયેલો એક મહત્વપૂર્ણ હિસ્સો પણ જતો રહ્યો છે. ગોન્ઝાલેઝ હાલમાં ચિલીમાં નવા બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરનારા પ્રતિનિધિઓમાં સામેલ છે. જાે કે હજુ પણ યગાન સમુદાયના કેટલાક ડઝન જેટલા લોકો જીવિત છે. પરંતુ તેઓ પોતાની મૂળ ભાષા બોલતા નથી. તેમની પેઢીઓએ તે શીખવાનું બંધ કરી દીધુ હતું. કારણ કે તે ખુબ અઘરી છે અને તેના શબ્દોની ઉત્પતિનું નિર્ધારણ કરવું પણ મુશ્કેલ છે. બધુ મળીને ક્રિસ્ટીના જ એકમાત્ર એવી મહિલા હતી કે જેણે આ ભાષાને જીવતી રાખી હતી. તેમના નિધન સાથે જ એક પ્રકારે યામાના ભાષાનો અંત થઈ ગયો છે. દક્ષિણ અમેરિકી દેશ ચિલી સંલગ્ન એક પ્રાચીન ભાષાનો અંત થઈ ગયો છે. કારણ કે તે બોલનારી અંતિમ મહિલાનું ગત બુધવારે મોત થઈ ગયું. ૯૩ વર્ષની ક્રિસ્ટીના કાલ્ડેરોનને આદિવાસી યગાન સમુદાયની યમાના ભાષામાં મહારથ હાંસલ હતું. ૨૦૦૩માં તેમની બહેનના મૃત્યુ બાદ તેઓ દુનિયાના એક માત્ર વ્યક્તિ હતા જે આ ભાષા બોલી શકતા હતા.

Cristina-Calderon-Yamana-Languege.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *