કીવ
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ૧૯મો દિવસ છે. રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ દ્ગછ્ર્ંને વિનંતી કરી છે તેમાનાં દેશમાં નો-ફ્લાય ઝોન લાગુ કરવામાં આવે. ઝેલેન્સ્કીએ દેશને સંબોધતા એક વિડિયો સંદેશમાં કહ્યું કે નાટોને તેમની તરફથી પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી કે રશિયા યુદ્ધ શરૂ કરી દેશે, તેમની આખી વિચારધારા જૂઠાણા પર આધારિત છે અને તેઓ નોર્ડ સ્ટ્રીમ ૨ ગેસ પાઇપલાઇનનો હથિયાર તરીકે ઉપયોગ કરશે. ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું હતુ કે, “જાે તમે યુક્રેનમાં નો-ફ્લાય ઝોન લાગુ નહીં કરો તો, રશિયાની મીસાઈલો તમારા પ્રદેશમાં, નાટોના પ્રદેશમાં, નાટો નાગરિકોના ઘરો પર હુમલો કરશે,” આ સાથે તેમણે યુદ્ધ સાથે જાેડાયેલી મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, યાવોરીવ પરીક્ષણ સ્થળ પર ગોળીબાર થયો છે, જે દર્શાવે છે કે રશિયાને ધમકી આપવામાં આવી તે કોઈ કામ નથી લાગી. હોસ્પિટલમાં અમારા લોકો સાથે મુલાકાત કરી. ત્યાં રશિયનોની પણ સારવાર કરવામાં આવી રહી છે. રશિયન હુમલાની ગતિ અટકી નથી પરંતુ વધી છે. રશિયા કિવ સહિત અનેક શહેરો પર સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેન પણ રશિયન ટેન્કોનો નાશ કરવાનો દાવો કરી રહ્યું છે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કિવની એક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઝેલેન્સ્કીએ સૈનિકોનું સન્માન કર્યું હતું, તેમની સાથે વાત કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ હોસ્પિટલમાં ઘાયલ યુક્રેનના ડિફેન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે ટ્વીટ કર્યું- “મિત્રો, જલ્દી સ્વસ્થ થઈ જાઓ. ઝેલેન્સ્કીએ હોસ્પિટલમાં ઘાયલ સૈનિકો સાથે સેલ્ફી લીધી હતી. ઝેલેન્સ્કીએ ૧૦૬ જેટલાં સૈનિકોને યુક્રેનના હીરોઝનો પુરસ્કાર પણ આપ્યો હતો. ઝેલેન્સ્કીએ કહ્યું કે, યુક્રેનના ડોકટરો તેમનો (રશિયનોનો) જીવ બચાવી રહ્યા છે. અને તે સમજી શકાય તેવું છે. કારણ કે તેઓ માણસો છે, પ્રાણીઓ નથી. હું કિવ, વિન્નિત્સિયા, લીવ,ચેર્નિહીવ, ડોનબાસ, ખાર્કિવ, મેલિટોપોલ, મેરીયુપોલમાં કામ કરતા તમામ ડોકટરો અને નર્સોનો આભાર માનું છું. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે બલ્ગેરિયા, સ્લોવાકિયા, ચેક રિપબ્લિક, રોમાનિયા, પોલેન્ડ અને બ્રિટન સાથે મહત્વની આંતરરાષ્ટ્રીય વાતચીત થઈ છે. યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે પણ વાતચીત થશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે. રાષ્ટ્રપતિએ કહ્યું, યુક્રેન-રશિયાની વાતચીતમાં અમારા પ્રતિનિધિમંડળનું કામ રાષ્ટ્રપતિઓની બેઠકનું આયોજન માટે તમામ શક્ય પ્રયાસો કરવાનું રહેશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે દસથી વધુ હ્યુમન કોરિડોરમાં કામ ચાલી રહ્યું છે. કિવ, લુહાન્સ્ક પ્રદેશમાં એક દિવસમાં ૫૫૫૦ લોકોને બચાવવામાં આવ્યા છે. છ દિવસમાં હજારો લોકોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ દુઃખની વાત છે કે મારીયુપોલમાં હ્યુમન કોરિડોર બ્લોક કરવામાં આવ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોમવારે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ચેતવણી જાહેર કરી હતી. તેમણે નાટો દેશોને યોગ્ય પગલાં લેવાની ચેતવણી આપી હતી. ઝેલેન્સકીએ એમ પણ કહ્યું કે જાે નાટો સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો રશિયા તેના સભ્ય દેશોને નિશાન બનાવવાનું શરૂ કરશે.
