International

યુક્રેનના લોકોને ડેનમાર્ક આશરો આપશે

ડેન્માર્ક
ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેને કહ્યું છે કે ડેનમાર્ક યુક્રેનથી આવતા લોકોને આશ્રય આપશે. તેમણે યુક્રેન અને તેના પડોશીઓને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત શરણાર્થીઓને મદદ કરવામાં આવશે. અલબત્ત, પોલેન્ડ જેવા દેશ પર દબાણ હશે, પરંતુ મોલ્ડોવા અને અન્ય દેશો પર પણ ઘણું દબાણ હશે. શરણાર્થીઓના જૂથો યુરોપમાં પ્રવેશી શકે છે. ડેનમાર્ક વિસ્થાપિતોને આશ્રય આપશે. જાેકે તેમણે કહ્યું કે યુક્રેનથી આવનારા કેટલા લોકોને અમે આશ્રય આપીશું તે અંગે કંઈપણ કહેવું હાલમાં જલ્દી હશે. સંકટની આ ઘડીમાં સંયુક્ત રાષ્ટ્રએ યુક્રેનની માનવતાવાદી સહાય માટે ઇં૨૦ મિલિયન આપ્યા છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કહ્યું કે અમે યુક્રેનના દરેક ખૂણે ડર, દર્દ અને આતંકના દ્રશ્યો જાેઈ રહ્યા છીએ. રાજધાની કિવની નજીકથી સતત બ્લાસ્ટના અહેવાલો આવી રહ્યા છે. યુએન માનવતાવાદી કામગીરીના વડા, માર્ટિન ગ્રિફિથ્સે જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફંડમાંથી ઇં૨૦ મિલિયન પૂર્વીય ડોનેટ્‌સક અને લુહાન્સ્ક અને દેશના અન્ય પ્રદેશોમાં કટોકટીની કામગીરીમાં મદદ કરશે અને સંઘર્ષથી પ્રભાવિત લોકોને આરોગ્ય સંભાળ, આશ્રય, ખોરાક પ્રદાન કરશે. આનાથી પાણી વગેરે આપવામાં પણ મદદ મળશે. રશિયા સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનની સાંસદ સોફિયા ફેડિનાએ ભારતને મદદની અપીલ કરી છે. “યુક્રેનને માત્ર શસ્ત્રોની જરૂર નથી, તેના બદલે મનોવૈજ્ઞાનિક મદદની પણ જરૂર છે અને આપણે હુમલાખોરને સજા કરવાની જરૂર છે. તેઓ શાંતિ પ્રેમી યુક્રેનના લોકોની હત્યા કરી રહ્યા છે. ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં સાંસદ સોફિયાએ કહ્યું, ‘હું તમામ ભારતીય રાજનેતાઓને વિનંતી કરું છું કે તેઓ એક સાર્વભૌમ દેશના માનવ અધિકારોનું રક્ષણ કરે.’

Denmark-City-Image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *