International

યુક્રેનના લોકો અંત સુધી લડવા તૈયાર ઃ બ્રિટન વડાપ્રધાન

,બ્રિટન
જાે રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો દસમાંથી નવ યુક્રેનિયનો અંત સુધી લડવા માટે તૈયાર છે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાએ પોતાના ૩૦૦૦ સૈનિકો પૂર્વ યુરોપ મોકલવાની જાહેરાત કરી છે. બ્રિટિશ પીએમએ કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમને કહ્યું હતું કે જાે રશિયન હુમલો થશે તો તેનું પરિણામ લોહિયાળ ત્રાસદી હશે. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જાેન્સને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ ફોન પર વાત કરી છે. બ્રિટીશ પીએમએ રશિયન રાષ્ટ્રપતિને વિનાશક સંઘર્ષને રોકવા માટે સરહદ પરથી તેમના સૈનિકો પાછા ખેંચવા વિનંતી કરી છે. યુક્રેનની રાજધાની કિવથી પરત આવ્યા બાદ બોરિસ જાેન્સને કહ્યું કે, અમને એક વાત સ્પષ્ટ કહેવામાં આવી હતી કે ૯૦ ટકા યુક્રેનિયનો લડવા માટે તૈયાર છે. તેમની પાસે પોતાના ૨,૬૦,૦૦૦ સૈનિકો અને ૧૬૦,૦૦૦ સૈનિકો કરાર પર છે. આ સૈનિકોએ પ્રતિજ્ઞા લીધી છે કે આ એક સંપૂર્ણ યુદ્ધ હશે. જાેન્સને કહ્યું કે, લશ્કરી કાર્યવાહી વાસ્તવમાં અત્યંત બેજવાબદારીભરી લાગે છે. પરંતુ તેઓ હુમલા માટે ઝીણવટભરી તૈયારીઓ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *