યુક્રેન
રશિયા-યુક્રેન વોર કેટલાક દિવસ ચાલશે તે કોઈ જાણતું નથી કારણ કે જ્યાં સુધી કીવ પર કબજાે ન થાય ત્યાં સુધી રશિયા શાંત બેસશે નહીં અને બીજી બાજુ યુક્રેન પર હથિયાર હેઠા મૂકશે નહીં. રશિયા ઈચ્છે છે કે જેમ બને તેમ જલદી કીવ પર કબજાે થાય અને યુક્રેને કોઈ પણ શરત વગર નમવું પડે. પરંતુ યુક્રેની સેનાએ જે પ્રકારે કાઉન્ટર એટેક કર્યો છે તેનો અંદાજાે રશિયા તો શું કોઈને નહીં હોય. યુક્રેનના મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાના જાંબાઝ સૈનિકોએ એકવાર ફરીથી રાજધાની કીવ પાસેના ૩૦થી વધુ વિસ્તારો પોતાના કબજામાં લીધા છે અને રશિયાની સેનાને જડબાતોડ જવાબ આપતા યુક્રેનની સેનાએ એકવાર ફરીથી રશિયાને રાજધાની કીવથી ૭૦ કિમી દૂર ધકેલી દીધા છે. યુક્રેનના સૈનિકો જે રીતે લડત આપી રહ્યા છે ત્યારબાદ રશિયા હવે કીવ પર કબજાે જમાવવા માટે પોતાના ઘાતક હથિયારોના ઉપયોગની યોજના ઘડી રહ્યું છે અને કીવને ચારેબાજુથી ઘેરવા માટે તે કીવ સહિત અલગ અલગ શહેરોમાં પોતાની તોપો અને ટેંકોથી સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનની શાંતિ અને સુરક્ષા જ રશિયાની ભૂલો અને નુકસાનને ઓછું કરી શકે છે. રશિયા નહીં અટકે તો તેને ભારે નુકસાન થશે. હવે મુલાકાતઅને વાતચીતનો સમય છે. વાતચીતથી જ રશિયા પોતાના નુકસાનને ઓછું કરી શકે છે. યુક્રેનની ક્ષેત્રીય અખંડિતતા કાયમ રાખવી જરૂરી છે. રશિયાએ યુક્રેન વિરુદ્ધ પોતાના હુમલાનું સમર્થન કરવા માટે આર્મેનિયાથી સૈનિકોને પાછા બોલાવવાની પણ યોજના ઘડી હોવાના રિપોર્ટ્સ છે. આજે પણ રશિયાના સૈનિકો સતત યુક્રેનના શહેરો પર ખુબ બોમ્બ વરસાવી રહ્યા છે. યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ શુક્રવારે પહેલીવાર યુક્રેન પર પોતાની આધુનિક હાઈપરસોનિક મિસાઈલોથી હુમલો કર્યો છે. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે રશિયાની સેનાએ આ મિસાઈલનો ઉપયોગ પશ્ચિમ યુક્રેનમાં એક હથિયાર ભંડારને નષ્ટ કરવા માટે કર્યો છે. રશિયાએ આ અગાઉ યુદ્ધમાં ક્યારેય સ્વીકાર્યું નથી કે તેણે ઉચ્ચ કોટિના હથિયારોનો ઉપયોગ કર્યો છે. રશિયાની સમાચાર એજન્સી ઇૈંછ નોવેસ્તીએ કહ્યું કે પશ્ચિમ યુક્રેનમાં સંઘર્ષ દરમિયાન કિંજલ હાઈપરસોનિક હથિયારોનો પહેલો પ્રયોગ છે. અત્રે જણાવવાનું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કિંજલ (ડૈગર) મિસાઈલને એક આદર્શ હથિયાર ગણાવ્યું છે. જે ધ્વનિની ગતિથી ૧૦ ગણું વધારે ઝડપથી ઉડાણ ભરે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૨૪મો દિવસ છે. રશિયા યુક્રેનના લગભગ દરેક શહેરને નિશાન બનાવી રહ્યું છે. મિસાઈલ વરસાવી રહ્યું છે. રોકેટ છોડે છે. પરંતુ તેની નજર તો રાજધાની કીવ પર જ છે. યુક્રેને કીવ માટે એવો ચક્રવ્યૂહ રચ્યો છે જેને ભેદવામાં રશિયાની સેના અત્યાર સુધી નિષ્ફળ રહી છે. હવે યુક્રેને દાવો કર્યો છે કે તેણે કીવ પાસેના ૩૦ મહત્વના ઠેકાણાઓ પર કબજાે કરી લીધો છે. આ સાથે જ એમ પણ કહ્યું કે રશિયાની સેનાને તેમણે ૭૦ કિમી દૂર ખદેડી મૂકી છે.