International

યુક્રેન પર રશિયાનો ૭૨ કલાકમાં કબજાે થઈ શકે છે ઃ અમેરિકાની ચેતવણી

અમેરિકા
અમેરિકન પ્રમુખ જાે બાઇડનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ચેતવણી આપી છે કે રશિયા ‘કોઈપણ દિવસે’ યુક્રેન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે જાે સંઘર્ષ શરૂ થશે તો માનવતાને મોટી કિંમત ચૂકવવી પડશે. રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર તરફથી આ બીજી ચેતવણી છે. અગાઉ, અમેરિકન અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે રશિયાએ મહિનાના મધ્ય સુધીમાં તેના ઓછામાં ઓછા ૭૦ ટકા લશ્કરી સાધનો એકત્રિત કરી લીધા હતા. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન વિરુદ્ધ હુમલા કરવાનો વિકલ્પ આપવાનો છે. સુલિવને કહ્યું, ‘જાે યુદ્ધ ફાટી નીકળશે, તો યુક્રેનને મોટી માનવ કિંમત ચૂકવવી પડશે, પરંતુ તેની તૈયારી અને પ્રતિભાવના આધાર પર અમને વિશ્વાસ છે કે આ માટે રશિયાએ પણ વ્યૂહાત્મક કિંમત ચૂકવવી પડશે.’ એમને સીધી રીતે એ અહેવાલોનો ઉલ્લેખ નથી કર્યો કે જે અનુસાર વ્હાઈટ હાઉસે સાંસદોને જાણકારી આપી છે કે રશિયા હુમલો કરીને કિવ પર તરત જ કબજાે કરી શકે છે જેમાં ૫૦૦૦૦ લોકોને હાનિ થઈ શકે છે. સુલિવને કહ્યું કે રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય છે. સરકારે તાજેતરના દિવસોમાં ચેતવણી આપી છે કે રશિયા ઝડપથી યુક્રેનના પ્રદેશ પર આક્રમણ કરવા માંગે છે. આ દરમિયાન યુક્રેને અમેરિકાના આ ડરામણા દાવાને ફગાવી દીધો છે. યુક્રેને અમેરિકાની ચેતવણીઓને નકારી કાઢી અને કહ્યું કે તે ‘પ્રલયની ચેતવણી’માં વિશ્વાસ કરતો નથી. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ અમેરિકાના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, ‘આ પ્રલયની આગાહી પર અમે વિશ્વાસ નથી કરતા. જુદી-જુદી રાજધાનીઓ માટે જુદા-જુદા દ્રશ્યો છે પરંતુ યુક્રેન કોઈપણ ઘટનાક્રમ માટે તૈયાર છે.’ તેમણે કહ્યું કે આજે અમારી પાસે મજબૂત સેના છે, અમને દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. અમારે નહીં પણ અમારા દુશ્મને અમારાથી ડરવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *