International

યુરોપમાં એક જ સપ્તાહમાં ૮ લાખ નવા કેસ નોંધાયા ઃ ડબ્લ્યુએચઓનો રિપોર્ટ

યુક્રેન
રશિયા-યુક્રેન યુદ્ધનો ૧૯મો દિવસ છે. બંને દેશો વચ્ચેના યુદ્ધને કારણે યુરોપના દેશોમાં કોરોનાનું જાેખમ વધી ગયું છે. અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ યુક્રેનિયન શરણાર્થીઓ યુરોપિયન દેશોમાં પહોંચ્યા છે. આમાંના મોટા ભાગના લોકોનું વેક્સિનેશન પણ કરાયું નથી. ડબલ્યુએચઓ દ્વારા રવિવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન અને આસપાસના દેશોમાં ૩ થી ૯ માર્ચની વચ્ચે કોરોનાના કુલ ૭ લાખ ૯૧ હજાર ૨૧ નવા કેસ નોંધાયા છે અને ૮,૦૧૨ નવા મૃત્યુ નોંધાયા છે. હવે યુક્રેનના પશ્ચિમ ભાગમાં લડાઈ વધુ તીવ્ર બની છે, જે અત્યાર સુધી ‘સેફ હેવન’ બનીને રહ્યું હતું. રશિયાની સેનાએ નાટોનો સભ્ય દેશ પોલેન્ડની સરહદથી માત્ર ૧૨ માઈલ દૂર યાવોરીવમાં એક મિલિટરી ટ્રેનિંગ બેઝ પર ક્રૂઝ મિસાઈલનો હુમલો કર્યો હતો, જેમાં ૩૫ લોકો માર્યા ગયા અને ૧૩૪ ઘાયલ થયા હતા. રશિયાએ આ હુમલામાં ૧૮૦ વિદેશી લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. પોર્ટ સિટી માયકોલેવમાં રશિયન હવાઈ હુમલામાં નવ નાગરિકોના મોત અને એક ડઝનથી વધુ ઘાયલ થયાનો દાવો પ્રાદેશિક ગવર્નરે કર્યો છે. યુક્રેન અને રશિયાના અધિકારીઓ આજે ફરી શાંતિ મંત્રણા કરશે. આ વાતચીત વીડિયો કોલ દ્વારા થશે. રશિયાએ યુક્રેનમાં તેની લડાઈને વધુ તીવ્ર બનાવવા માટે ચીન પાસે લશ્કરી સાધનોની માંગણી કરી છે. રિપોર્ટમાં અમેરિકાના અધિકારીઓને ટાંકીને આ વાત કહેવામાં આવી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસેથી વધારાના આર્થિક સહયોગની પણ માંગ કરી છે જેથી અમેરિકા, યુરોપ અને એશિયાઈ દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોથી પોતાની અર્થવ્યવસ્થાને બચાવી શકાય. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં બન્ને દેશો તરફથી હજુ સુધી યુદ્ધ વિરામના કોઈ જ સંકેત મળ્યા નથી. રવિવારે કીવ નજીક ઈરપિનમાં રશિયાની સેના તરફતી ભારે ગોળીબારી થઈ હતી,જેમાં અમેરિકાના પત્રકાર અને ફિલ્મ નિર્માતાએ જીવ ગુમાવ્યો હતો. બીજી બાજુ મારિયુપોલ શહેરમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. અહીં ભોજન અને પાણીની પણ ભારે અછત સર્જાવા લાગી છે. બીજી બાજુ રશિયામાં પુતિનના હુમલાના વિરોધમાં મોટાપાયે પ્રદર્શન થઈ રહ્યું છે અને અત્યાર સુધી ૧૪ હજારથી વધારે પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

Who.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *