International

રશિયન બેન્કોને નાણાકીય સિસ્ટમ સ્વિફ્ટમાંથી બહાર કરવાનો ર્નિણય કર્યો

અમેરિકા
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત ચોથા દિવસે પણ યથાવત છે. યુક્રેન પર હુમલાના કારણે દુનિયાભરના દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. અને બીજી તરફ અમેરિકા અને તેના સહયોગીઓએ નાણાકીય સિસ્ટમ સ્વિફ્ટમાંથી રશિયન બેંકોને અલગ કરવાનો ર્નિણય લીધો છે. પ્રતિબંધિત રશિયન કંપનીઓની મિલકતોની તપાસ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની નિમણૂક કરવા માટે પણ સહમતિ બની છે. તમને જણાવી દઈએ કે સોસાયટી ફોર વર્લ્‌ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન-સ્વિફ્ટએ વિશ્વનું આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ નેટવર્ક છે. તે કોઈપણ પ્રકારના ફંડ ટ્રાન્સફરને હેન્ડલ કરતું નથી, પરંતુ તેની મેસેજિંગ સિસ્ટમ દ્વારા સુરક્ષિત અને સસ્તી રીતે કોઈપણ જગ્યાએ ઝડપી ચુકવણીની સુવિધા પૂરી પાડે છે. સ્વિફ્ટ મેસેજિંગ સિસ્ટમ ૧૯૭૦માં વિકસાવવામાં આવી હતી. સ્વિફ્ટની સ્થાપના ૧૯૭૩માં કરવામાં આવી હતી. અને તેનો હેતુ ટેલેક્સ મશીનો પરની ર્નિભરતાને દૂર કરવાનો હતો. અને તેનું મુખ્ય મથક લા હલ્પે, બેલ્જિયમમાં છે. સ્વિફ્ટએ વિશ્વની અગ્રણી બેંકિંગ મેસેજિંગ સેવા છે, જેમાં ૨૦૦થી વધુ દેશોમાં ૧૧,૦૦૦ બેંકો અને સંસ્થાઓ જાેડાયેલ છે. અમેરિકા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, બ્રિટન અને કેનેડાના વડાઓએ સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપી છે. સ્વિફ્ટપાસે ૨૦૦થી વધુ દેશોમાં ૧૧,૦૦૦ બેંકો અને સંસ્થાઓ જાેડાયેલ છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તે ઉચ્ચ સુરક્ષા નેટવર્ક સાથે વૈશ્વિક બેંકિંગ સિસ્ટમ છે. તે એક સુરક્ષિત મેસેજિંગ સિસ્ટમ પણ છે, જેનો ઉપયોગ બેંકો ઝડપથી અને સુરક્ષિત રીતે ક્રોસ બોર્ડર પેમેન્ટ કરવા માટે કરે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવે છે. આ સિસ્ટમનો મોટાભાગનો ઉપયોગ અમેરિકા અને રશિયાના લોકો કરે છે. નેશનલ એસોસિએશન રોસવિફ્ટ અનુસાર લગભગ ૩૦૦ રશિયન એસોસિએશન સંસ્થાઓ સ્વિફ્ટનો ઉપયોગ કરે છે. સ્વિફ્ટનો ઉપયોગ બેંકો દ્વારા મની ટ્રાન્સફર ઓર્ડર અથવા માહિતી મોકલવા અને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. સ્વિફ્ટ વિશ્વભરની બેંકોને સુરક્ષિત મેસેજિંગ અને પેમેન્ટ ઓર્ડર મોકલવા માટે લિંક કરે છે. સ્વિફ્ટ નાણાં ટ્રાન્સફર કરતું નથી, પરંતુ તે નાણાંના ટ્રાન્સફર વિશે માહિતી આપે છે, જે સંબંધિત બેંકોએ પતાવટ કરવાની હોય છે. રશિયાને સ્વિફ્ટમાંથી હટાવ્યા બાદ તેની અર્થવ્યવસ્થા પર અસર પડશે. જાે કે, આ ત્યારે જ થશે જ્યારે તેને આ સિસ્ટમમાંથી લાંબા સમય સુધી દૂર કરવામાં આવશે. આનાથી રશિયન કંપનીઓ અને વ્યક્તિઓ માટે આયાત માટે ચૂકવણી કરવી અને નિકાસ માટે નાણાં મેળવવા, વિદેશમાંથી ઉધાર લેવા અથવા બહાર રોકાણ કરવું મુશ્કેલ બનશે.

System-Swift.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *