International

રશિયાએ જર્મની અને ડેનમાર્કના ગેસ સપ્લાય પર રોક લગાવી કર્યો પલટવાર

રશિયા
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૩ મહિના કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે બંનેમાંથી કોઈ પણ દેશ ખુલીને પોતાની જીત થઈ હોવાનું જણાવી શકવાની સ્થિતિમાં નથી. આ બધા વચ્ચે પશ્ચિમી દેશો સતત રશિયા પર નવા નવા પ્રતિબંધોનો વરસાદ કર્યા કરે છે. હવે રશિયાએ પણ પલટવાર કરતા મોટો ર્નિણય લીધો છે. પોતાના પર લાગેલા પ્રતિબંધોને પગલે રશિયાએ પણ હવે પલટવાર કરતા જર્મની અને ડેનમાર્કને કરવામાં આવતા ગેસ સપ્લાય પર રોક લગાવી દીધી છે. રશિયન ગેસ કંપની ય્ટ્ઠડॅિર્દ્બ એ કહ્યું કે હાલની સ્થિતિ જાેતા ડેનમાર્કની એનર્જી કંપની ર્ંજિંીઙ્ઘ ને ગેસ સપ્લાય રોકવામાં આવી રહ્યો છે. આ સાથે જ જર્મનીની જીરીઙ્મઙ્મ ઈહીખ્તિઅ કંપનીને પણ ગેસની ડિલિવરી બંધ કરવામાં આવી રહી છે. રશિયન કંપનીએ કહ્યું કે જ્યાં સુધી બંને કંપનીઓ સાથે પેમેન્ટ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગેસ સપ્લાય થશે નહીં. અત્રે જણાવવાનું કે અગાઉ જર્મની અને ડેનમાર્કની બંને કંપનીઓએ રશિયાની ય્ટ્ઠડॅિર્દ્બને ટેલિગ્રામ દ્વારા મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે તેઓ રૂબલમાં પેમેન્ટ કરશે નહીં. ત્યારબાદ રશિયાની કંપનીએ એક્શન લેતા ગેસ સપ્લાય બંધ કરવાનું નક્કી કર્યું. બુધવારથી આ સપ્લાય બંધ થઈ જશે. અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશોએ રશિયા સાથે ડોલરમાં વેપાર કરવા પર પ્રતિબંધ લગાવેલો છે. રશિયાએ પોતાની કરન્સી રૂબલમાં અન્ય દેશો વેપાર કરવાનું શરૂ કરી દીધુ. જર્મની અને ડેનમાર્કે મંગળવારે કહ્યું કે તેઓ ગેસની ચૂકવણી રૂબલમાં કરશે નહીં. ત્યારબાદ રશિયાએ આ બંને દેશોને ગેસ સપ્લાય પર રોક લગાવી. યુક્રેન પર કાર્યવાહીને પગલે પશ્ચિમી દેશોના વિરોધી વ્યવહારને જાેતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મિત્ર ન હોય તેવા દેશો મામલે ૩૧ માર્ચના રોજ એક આદેશ સાઈન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે તે દેશો રૂબલમાં પેમેન્ટ કરવાની ના પાડશે તો તેમની સાથે થયેલા કોન્ટ્રાક્ટ રોકી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *