રશિયા
રશિયા અને ચીન એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા તેમજ તેમના હિતોના રક્ષણ માટે તેમના મજબૂત પરસ્પર સમર્થનનો પુનરોચ્ચાર કરે છે. જેમાં સ્થાનિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપનો વિરોધ પણ સામેલ છે. આ લાંબા અને વ્યાપક સંયુક્ત નિવેદનમાં ચીને હોંગકોંગમાં થયેલા રમખાણો અને તાઈવાને પોતાનો અવાજ ઉઠાવવા જેવા મુદ્દાઓ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. જ્યારે રશિયાએ આરોપ લગાવ્યો હતો કે અમેરિકા યુક્રેનમાં પણ આ જ રીતે અસ્થિરતા પેદા કરી રહ્યું છે. ક્રેમલિન દ્વારા ૫,૩૦૦ શબ્દોનું સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહ્યું હતું કે ‘રશિયા અને ચીન તેમના નજીકના પ્રદેશોમાં સુરક્ષા અને સ્થિરતાને ખલેલ પહોંચાડવાના બાહ્ય દળોના પ્રયાસો સામે ઉભા છે.’ આ સાથે જ ચીને કહ્યું હતું કે વિશ્વને સોવિયેત સંઘની જેમ બે શક્તિશાળી બ્લોક તરીકે વિભાજિત ન કરવું જાેઈએ અને અમેરિકા થતું હતું. જ્યારે તેઓ વિશ્વની બે સૌથી મોટી મહાસત્તા કહેવાતા હતા. પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઈજિંગમાં મુલાકાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ અહીં બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા આવ્યા છે. રશિયન રાષ્ટ્રપતિએ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોની પ્રશંસા કરી હતી. તેને અભૂતપૂર્વ અને સન્માનજનક સહયોગનું ઉદાહરણ ગણાવ્યું. યુક્રેન મુદ્દે પશ્ચિમી દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે વ્લાદીમીર પુતિન ચીનની મુલાકાતે આવ્યા છે. લગભગ બે વર્ષ પછી તેમની પ્રથમ સામ-સામે બેઠકમાં પુતિન અને શી એકબીજા સાથે સુમેળમાં જાેવા મળ્યા હતા. બીજી તરફ શીએ કોરોના વાઈરસને કારણે જાન્યુઆરી ૨૦૨૦થી દેશની બહાર પ્રવાસ કર્યો નથી.
