યુક્રેન
વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક રશિયા યુક્રેન પર સતત તેના હુમલાને વધારી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનની રાજદૂત ઓક્સાના માર્કારોવાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે યુદ્ધના પાંચમા દિવસે રશિયાએ યુક્રેન વિરુદ્ધ પ્રતિબંધિત થર્મોબેરિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે રશિયાએ સોમવારે વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો, જે જિનીવા કન્વેન્શન હેઠળ પ્રતિબંધિત છે. થર્મોબેરિક શસ્ત્રો પરંપરાગત દારૂગોળોનો ઉપયોગ કરતા નથી. આ ઉચ્ચ દબાણવાળા વિસ્ફોટકથી ભરેલા છે. આ શક્તિશાળી વિસ્ફોટો ઉત્પન્ન કરવા માટે આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજન શોષી લે છે. થર્મોબેરિક બોમ્બની ગણતરી વિશ્વના સૌથી ઘાતક પરમાણુ હથિયારોમાં થાય છે. તે ૨૦૦૭ માં રશિયા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. જ્યારે ૭૧૦૦ કિલો વજનના આ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે રસ્તામાં આવેલી ઈમારતો અને માણસોને તબાહ કરી નાખે છે. તેને એરોસોલ બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીના પીટર લીનું કહેવું છે કે રશિયાએ ૨૦૧૬માં સીરિયા પર આ વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ ખૂબ જ ખતરનાક બોમ્બ છે. તે ૪૪ ટન ટીએનટીની શક્તિથી વિસ્ફોટ કરી શકે છે. આ વેક્યુમ બોમ્બની બીજી વિશેષતા એ છે કે તે ઓક્સિજનને શોષી લે છે અને મોટો વિસ્ફોટ કરે છે. આવા વિસ્ફોટોને કારણે, અલ્ટ્રાસોનિક શોકવેવ્સ તેમાંથી બહાર આવે છે અને વધુ વિનાશ લાવે છે. તેથી તે અન્ય શસ્ત્રો કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. રશિયાએ પણ આ બોમ્બ એટલા માટે તૈયાર કર્યો હતો કે તે દુનિયાને જણાવી શકે કે તે કેટલો શક્તિશાળી છે અને ગમે ત્યારે કોઈપણ દેશ રશિયા પર હુમલો કરતા પહેલા ઘણી વખત વિચારે છે આ ખતરનાક બોમ્બ તૈયાર કરવા પાછળ અમેરિકાનો સૌથી મોટો હાથ છે. ેંજીછએ ૨૦૦૩માં ‘મધર ઓફ ઓલ બોમ્બ’ તૈયાર કર્યો હતો, જેનું નામ ય્મ્ેં-૪૩/મ્ છે. તે ૧૧ ટન ટીએનટીની શક્તિથી વિસ્ફોટ કરી શકે છે, જ્યારે રશિયન બોમ્બ ૪૪ ટન ટીએનટીની શક્તિથી બ્લાસ્ટ કરવામાં સક્ષમ છે. અમેરિકામાં તૈયાર થયેલા બોમ્બના જવાબમાં રશિયાએ ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’તૈયાર કર્યા.
