International

રશિયાએ ભારત માટે આ કામ કરીને પાકિસ્તાન અને ચીનને આપ્યો મોટો ઝટકો!…

રશિયા
ભારતના મિત્ર રશિયાએ પાકિસ્તાન અને ચીનને એટલો મોટો ઝટકો આપ્યો છે કે તેઓ હંમેશા માટે યાદ રાખશે. રશિયાએ એક નક્શામાં સમગ્ર પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. ફક્ત એટલું જ નહીં રશિયાએ તો અક્સાઈ ચીન કે જેના પર ચીને કબજાે જમાવી રાખ્યો છે તેને પણ ભારતનો ભાગ ગણાવ્યો છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયા હંમેશા પીઓકે પર નિવેદન આપતા બચતું જાેવા મળતું હતું અને અનેકવાર જમ્મુ અને કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી ચૂક્યું છે. રશિયાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એસસીઓ સભ્ય દેશોના નકશામાં જમ્મુ અને કાશ્મીર, લદાખ, અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન ભાગ ગણાવવામાં આવ્યા છે. પાકિસ્તાન અને ચીન એસસીઓન સભ્ય દેશ હોવા છતાં રશિયાએ આ પગલું ભર્યું છે. જેનાથી પાકિસ્તાન અને ચીનના હોશ ઉડ્યા છે. રશિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આ નક્શાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર અને શાંઘાઈ સહયોગ સંગઠનના ભીતર જમ્મુ કાશ્મીરના મુદ્દે ભારતનો પક્ષ મજબૂત થશે. તેને લઈને ભારતના સરકારી સૂત્રોએ કહ્યું કે એસસીઓના સંસ્થાપક સભ્યોમાં હોવાના નાતે રશિયાએ નક્શાનો યોગ્ય રીતે ચિત્રણ કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ ચીને પણ શાંઘાઈ સહયોગ સંગઠન માટે એક નક્શો બહાર પાડ્યો હતો અને ભારતના કેટલાક વિસ્તારોને પોતાના ગણાવ્યા હતા. ચીને નક્શા દ્વારા વિસ્તારવાદની નીતિ દેખાડી હતી. પરંતુ રશિયાના આ પગલાંથી ચીનને મોટો આંચકો લાગ્યો છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *