International

રશિયાએ યુક્રેન પર ૨૦૩ હુમલા કર્યા ઃ યુક્રેન હચમચી ગયું

અમેરિકા
રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેન પર ૨૦૩ હુમલા કર્યા છે. જેમાં યુક્રેનના ૪૦ સૈનિકો માર્યા ગયા છે અને ૧૦ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુનાઇટેડ સ્ટેટ્‌સ સહિતના દેશોને ચેતવણી આપી હતી કે, રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના એવા પરિણામો હશે, જે ક્યારેય કોઈએ જાેયા નહી હોય. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, રશિયાના હુમલા બાદ તેમના દેશે મોસ્કો સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે. તેમના સલાહકારે કહ્યું કે, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં લગભગ ૪૦ લોકો માર્યા ગયા છે. યુક્રેન સંકટને ઉકેલવા માટે ઘણા અઠવાડિયાના રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ ગયા બાદ અમેરિકાથી એશિયા અને યુરોપના દેશો મોસ્કો પર નવા પ્રતિબંધો લગાવવાની તૈયારી કરી રહ્યા છે. જાે કે વૈશ્વિક દળોનું કહેવું છે કે તેઓ યુક્રેનના સંરક્ષણમાં લશ્કરી હસ્તક્ષેપ કરશે નહીં. રશિયાએ લશ્કરી આક્રમણ શરૂ કર્યા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ દેશમાં ‘માર્શલ લો’ જાહેર કર્યો અને નાગરિકોને ગભરાશો નહીં એવું કહ્યું. તેમણે કહ્યું કે, રશિયાએ યુક્રેનના સૈન્ય માળખાને નિશાન બનાવ્યું અને દેશભરમાં વિસ્ફોટો સંભળાયા. તેમણે યુએસ પ્રમુખ જાે બાઈડન સાથે વાત કરી છે અને યુએસ યુક્રેન માટે આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્ર કરી રહ્યું છે. યુક્રેન પ્રશાસને તેના દેશને હવાઈ હુમલા અને દારૂગોળો વડે નિશાન બનાવવાની વાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું છે કે, નવા પ્રતિબંધો રશિયાને તેના આક્રમણ માટે સજા આપવા માટે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને કેટલાક અઠવાડિયાથી હુમલાનો ડર હતો, પરંતુ રાજદ્વારી દ્વારા તેને રોકી શક્યા નહીં. રશિયન રાષ્ટ્રપતિ પુતિને તેમના ટેલિવિઝન સંબોધનમાં આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી. તેણે કહ્યું કે, પૂર્વી યુક્રેનમાં નાગરિકોની સુરક્ષા માટે આ હુમલો જરૂરી હતો. પુતિને યુએસ અને તેના સાથી દેશો પર યુક્રેનને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (દ્ગછ્‌ર્ં)માં સામેલ થવાથી રોકવાની રશિયાની માંગને અવગણવાનો અને મોસ્કોને સુરક્ષાની બાંયધરી આપવાનો આરોપ લગાવ્યો. આ હુમલો સૌપ્રથમ રશિયા દ્વારા એરફિલ્ડ પરથી કરવામાં આવ્યો હતો. જાે કે સુરક્ષા કેમેરામાંથી કેપ્ચર કરાયેલી વિડિયો ક્લિપ્સ બાદમાં યુક્રેનિયન સરહદ રક્ષકો દ્વારા બહાર પાડવામાં આવી હતી. જેમાં રશિયન લશ્કરી વાહનોને રશિયા દ્વારા જાેડવામાં આવેલા ક્રિમિયામાંથી યુક્રેનમાં પ્રવેશતા દર્શાવવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સલાહકાર ઓલેકસી એરેસ્ટોવિચે જણાવ્યું હતું કે, રશિયન દળો ખાર્કીવ અને ચેર્નિહિવ પ્રદેશોમાં અને સંભવતઃ યુક્રેનિયન પ્રદેશના કેટલાક અન્ય વિસ્તારોમાં પાંચ કિલોમીટર સુધી ઘૂસી ગયા હતા. દ્ગછ્‌ર્ંના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે, નાટો યુક્રેન પર રશિયાના આક્રમણની સખત નિંદા કરે છે. અમે રશિયાને તાત્કાલિક લશ્કરી કાર્યવાહી બંધ કરવા અને યુક્રેનમાંથી ખસી જવાની હાકલ કરીએ છીએ. અમારી એરસ્પેસને બચાવવા માટે અમારી પાસે ૧૦૦થી વધુ જેટ છે અને ઉત્તરથી ભૂમધ્ય સમુદ્રમાં ૧૨૦થી વધુ જહાજાે છે. ગઠબંધન (યુક્રેન)ને આક્રમકતા (રશિયા)થી બચાવવા માટે અમે જે પણ જરૂરી હશે તે કરીશું. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગાઉ પણ એક એડવાઈઝરી જારી કરી હતી. સરકાર ચિંતિત છે, પ્રયાસો ચાલુ છે. અમારો શ્રેષ્ઠ પ્રયાસ છે કે અમારા બાળકો જે ત્યાં છે તેમને બહાર કાઢવામાં આવે. ત્યાં પરિસ્થિતિ વિચિત્ર છે. પ્લેન મોકલવામાં આવ્યું હતું, પરંતુ પ્લેન ત્યાં લેન્ડ થઈ શક્યું ન હતું. ભારત ઈચ્છે છે કે શાંતિ જળવાઈ રહે. વાતચીત દ્વારા ઉકેલ શોધવો જાેઈએ. યુદ્ધની સ્થિતિ ઉભી ન થવી જાેઈએ, આ ભારતની વિચારસરણી છે.

President-Vladimir-Putin.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *