રશિયા
રશિયાના રાષ્ટ્રપતિ ભવનની અને દેશના રક્ષા વિભાગે તેની આસપાસની મોટી સરકારી ઈમારતોની સુરક્ષા માટે બાજ અને ઘુવડની એક ટીમ બનાવી છે. શિકારીઓ પંખીઓની આ ટીમની રચના વર્ષ ૧૯૮૪માં કરવામાં આવી હતી જેમાં હાલ ૧૦થી વધુ બાજ અને ઘુવડ છે. આ બાજ અને ઘુવડને સુરક્ષાના સંદર્ભમાં વિશેષ તાલીમ આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાગડાના મળમૂત્રથી રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસની તમામ ઇમારતોને નુકસાન થઈ રહ્યું હતું. જેના કારણે તેમને ભગાડવા માટે તેની નિયુક્તિ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં હાજર પક્ષીઓની ટીમમાં ૨૦ વર્ષની માદા ગરુડ ‘આલ્ફા’ અને ‘ફિલ્યા’ નામનું ઘુવડ છે. તેમની વિશેષતા એ છે કે, જાે તેઓ રાષ્ટ્રપતિ ભવનની આસપાસ કાગડાઓનો અવાજ સાંભળે છે અથવા તેમને આકાશમાં મંડરાતા જુએ છે, તો તેઓ એક ક્ષણમાં તેમના પર ત્રાટકીને તેમને ભગાડે છે અથવા મારી નાખે છે. ભવનની સુરક્ષા માટે કાગડાઓને મારનારા રક્ષકો રાખવામાં આવ્યા હતા. આ સાથે શિકારી પક્ષીઓના રેકોર્ડેડ અવાજનો પણ તેમને ડરાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ પદ્ધતિઓ નિષ્ફળ સાબિત થઈ હતી.
