International

રશિયાન કાફલો તૈયાર કિવ પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે

યુક્રેન
ગયા અઠવાડિયે યુક્રેનની રાજધાની કિવની બહાર એક વિશાળ રશિયન લશ્કરી કાફલો જાેવા મળ્યો હતો. અમેરિકી કંપનીના જણાવ્યા અનુસાર, આ વિશાળ રશિયન સૈન્ય કાફલાને હવે અલગ કરવામાં આવ્યો છે, કારણ કે કિવ પર ગ્રાઉન્ડ એટેકની તૈયારી કરવામાં આવી રહી છે. સ્છઠછઇ ટેક્નોલૉજીએ જણાવ્યું હતું કે ગુરુવારે લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે રશિયન લશ્કરી વાહનો, ટેન્કો અને આર્ટિલરી વહન કરતા કાફલાઓની ૬૪ કિમી લાંબી લાઇન હવે તૂટી ગઈ છે. ફોટોગ્રાફ્સમાં દર્શાવવામાં આવ્યું છે કે કિવના ઉત્તર-પશ્ચિમમાં એન્ટોનવ એરપોર્ટ અને તેની આસપાસ બખ્તરબંધ એકમો તૈનાત છે. લશ્કરી કાફલામાં સામેલ કેટલાક વાહનો જંગલો તરફ આગળ વધી ગયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફોટોગ્રાફ્સ એ પણ દર્શાવે છે કે કાફલાના કેટલાક યૂનિટ લુબ્યાન્કા શહેરની નજીક ઉત્તરમાં પહોંચ્યા છે. અહીં તેણે હોવિત્ઝર આર્ટિલરીને ફાયરિંગ પોઝીશનમાં તૈનાત કરી છે. ગયા અઠવાડિયે એક રશિયન લશ્કરી કાફલો કિવની બહાર હાજર હતો. પરંતુ ખોરાક અને ઈંધણના અભાવે તેની ગતિ ધીમી પડી ગઈ. જાેકે, રશિયાના આટલા મોટા સૈન્ય કાફલાને જાેઈને એવો ભય હતો કે રશિયા યુક્રેનની રાજધાની પર ઓલઆઉટ હુમલો કરી શકે છે. કેટલાક વિશ્લેષકોએ આ અઠવાડિયે કહ્યું છે કે રશિયા ધીમે ધીમે લોજિસ્ટિક્સના મુદ્દાઓને પાર કરી રહ્યું છે અને કિવ પર જમીન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. બુધવારે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઑફ વૉર એ જણાવ્યું હતું કે આગામી ૨૪-૯૬ કલાકમાં યુક્રેનની રાજધાની પર હુમલો કરવા માટે રશિયન દળો કિવના પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ બહારના વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કાફલાને ફરીથી તૈનાત કરવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે રશિયન સેના કિવના પૂર્વોત્તર કિનારે પહોંચી ગઈ છે. રશિયાએ અહીં હાજર ઈરપિન અને બુચા સહિત અનેક શહેરો પર ભારે બોમ્બમારો કર્યો છે.

Russian-Ukraine-War-Force-Ready.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *