International

રશિયામાં વૈજ્ઞાનિકોએ ૪૮,૫૦૦ વર્ષ જૂના ઝોમ્બી વાયરસને જીવીત કર્યો?!..

રશિયા
ચીનના વુહાન પ્રાંતમાં આવેલી લેબોરેટરીમાં થયેલાં પરિક્ષણને કારણે દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો હતો એ વાત જગજાહેર છે. અને ત્યાર બાદ જ દુનિયાભરમાં સેકડો લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. લાંબા અંતરાલ બાદ દુનિયા ધીરે ધીરે કોરોનાના કપરા સમયની ભૂલીને હવે બેઠી થઈ રહી છે. જાેકે, આ સ્થિતિની વચ્ચે દુનિયા માટે વધુ એક કપરી પરિસ્થિતિ ઉભી થવા જઈ રહી છે. આ વખતે ચીન બાદ રશિયાએ રોશન વાળ્યું છે. મળતી માહિતી મુજબ રશિયામાં વૈજ્ઞાનિકોએ ૪૮,૫૦૦ વર્ષ જૂના ઝોમ્બી વાયરસને જીવીત કર્યો છે. જેને કારણે ફરી એકવાર દુનિયામાં નવી મહામારી ઉભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ રશિયામાં એક થીજી ગયેલા તળાવના નીચે દબાયેલા ૪૮,૫૦૦ વર્ષ જૂના ઝોમ્બી વાયરસને ફરીથી જીવીત કર્યો હોવાનો દાવો કર્યો છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ ઝોમ્બી વાયરસને ફરીથી જાગૃત કર્યાં બાદ વધુ એક મહામારી ફેલાવવાની સંભાવના વ્યક્ત કરી છે. ન્યૂયોર્ક પોસ્ટે એક વાયરલ સ્ટડીના આધારે આ દાવો કર્યો છે, જાેકે હજી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. વાયરલ અભ્યાસ પ્રમાણે પ્રાચીન અજ્ઞાત વાયરસના પુનર્જીવિત થવાથી છોડ, પશુ, માનવ રોગો વધવાની શક્યતા છે. રિસર્ચરોએ લખ્યું કે આ કાર્બનિક પદાર્થના ભાગમાં પુનર્જીવિત સેલ્યુલર રોગાણુઓ સાથે વાયરસ પણ સામેલ છે, જે ઘણા સમયથી નિષ્ક્રિય હતા. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ કદાચ જાગૃત ક્રિટર્સની તપાસ કરવા માટે સાઈબેરિયાઈ પરમાફ્રોસ્ટમાંથી કેટલાક ઝોમ્બી વાયરસને પુનર્જીવીત કર્યા છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *