International

રશિયા અને ક્રીમિયાને જાેડતા બ્રિજ પર થયો માલવાહક ટ્રેનમાં ભયંકર મોટો વિસ્ફોટ

રશિયા-ક્રીમિયા
રશિયા અને ક્રીમિયાને જાેડતા બ્રિજ પર બ્લાસ્ટ થયો હોવાના સમાચાર આવી રહ્યા છે. રશિયન મીડિયાનું માનીએ તો, રશિયા અને ક્રીમિયાને મુખ્ય રીતે જાેડતો કેર્ચ બ્રિજ પર શનિવારે સવારે માલવાહક ટ્રેનના ફ્યૂલ ટેન્કમાં ભીષણ આગ લાગી ગઈ હતી. તો વળી યુક્રેની મીડિયાએ તેને વિસ્ફોટ ગણાવ્યો છે. જાે કે, હાલમાં સાચુ કારણ સામે આવ્યુ નથી. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ સડક અને પુલ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ બ્રિજને ૨૦૧૮માં ખોલવામાં આવ્યો હતો અને ક્રીમિયાને રશિયાના પરિવહન નેટવર્કથી જાેડવા માટે ડિઝાઈન કરવામાં આવી હતી. એજન્સીએ એક ક્ષેત્રિય અધિકારીનો હવાલો આપતા કહ્યું કે, ક્રીમિયન પુલના એક ભાગમાં ઈંધણ ટેન્કમાં આગ લાગી ગઈ છે. જેનાથી પુલ પર આગની લાંબી જ્વાળાઓ દેખાઈ રહી છે. યુક્રેની મીડિયાએ દાવો કર્યો હતો કે, આજે સવારે લગભગ ૬ વાગ્યે બ્રિજ પર આ બ્લાસ્ટ થયો હતો. તો વળી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ આગ એટલી ભયાનક હતી કે, પુલનો એક બાજૂનો ભાગ પડી ગયો છે. પુલ એકદમ ક્ષતિગ્રસ્ત થયો છે. તેને પુતિન સરકારના પ્રતિકોમાંથી એક માનવામાં આવે છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *