યુક્રેન
ગત મહિનાની ૨૪ તારીખથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ લડાઈ માત્ર હથિયારોથી જ નહીં, પરંતુ સાયબર હુમલાઓથી પણ લડાઈ રહી છે, જે બંને તરફથી થઈ રહ્યા છે. હેકર-એક્ટિવિસ્ટના આંતરરાષ્ટ્રીય ગ્રુપ એનોનિમસે ટિ્વટર પર ઘણી વખત દાવો કર્યો છે કે તેઓએ રશિયન રાજ્ય મીડિયા ચેનલોને નિશાન બનાવ્યા છે અને તેમના પર યુદ્ધનો વિરોધ કરતા સંદેશાઓ પોસ્ટ કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર અન્ય ગ્રુપે તાજેતરમાં રશિયામાં ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનના કામને બ્લોક કર્યું હતું. જ્યાં રિપ્રોગ્રામિંગ કરી ‘ય્ર્ઙ્ર્મિઅ ક ેંાટ્ઠિૈહી’ જેવા સંદેશાઓ પોસ્ટ કરવામાં આવ્યા હતા. રશિયન હેકર્સે યુક્રેનની સરકારી વેબસાઈટને પણ ઘણી વખત નિશાન બનાવી છે. યુદ્ધ શરૂ થયા પહેલા જ વેબસાઈટ્સને નિશાન બનાવવામાં આવી રહી છે. આ પછી જ્યારે યુક્રેને મદદ માંગી તો મોટી સંખ્યામાં વોલન્ટિયર હેકર્સ આગળ આવ્યા. આ વોલન્ટિયર સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કરે છે જે લોકોને તેમના સ્માર્ટફોન અને કોમ્પ્યુટરને સાયબર હુમલાઓથી સુરક્ષિત કરે છે, ખોટી માહિતીનો ફેલાવો અટકાવે છે અને લોકોને રશિયન સૈનિકોના સ્થાનની જાણ કરવામાં પણ મદદ કરે છે. ઈન્ટરનેશનલ એક્ટિવિસ્ટ અને હેકર્સના ગ્રુપ એનોનિમસએ યુક્રેન પરના રશિયન આક્રમણ સામેના સાયબર યુદ્ધના ભાગરૂપે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની સત્તાવાર વેબસાઈટને પણ ડાઉન કરી દીધી હતી. જાેકે, બાદમાં વેબસાઈટ રિસ્ટોર કરવામાં આવી હતી. એનોનિમસએ મોસ્કો ડોટ આરયુ એફએસબી અને રમતગમત મંત્રાલયની વેબસાઈટ પણ ક્રેશ કરી હતી. યુક્રેન પર રશિયાના પ્રથમ હુમલા પછી એનોનિમસએ ઘણી વખત રશિયન સરકાર, રાજ્ય મીડિયા વેબસાઈટ્સ, ઔદ્યોગિક નિયંત્રણ પ્રણાલીઓ અને હજારો સર્વેલન્સ કેમેરા હેક કર્યા છે. મહિનાની શરૂઆતમાં હેકર્સે યુક્રેનની બેંકો અને સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક કરી હતી. અમેરિકી સરકારે કહ્યું હતું કે આ હુમલાઓ રશિયન સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેકર્સની લિંક બેલારુસ સાથે જાેડાયેલી છે, જે રશિયાનો સહયોગી છે. સાયબર સિક્યોરિટી કંપની મેડિએન્ટના જણાવ્યા અનુસાર હેકર્સે યુક્રેનની સેના પર પણ સાયબર હુમલા કર્યા છે. યુક્રેનના વરિષ્ઠ સાયબર સુરક્ષા અધિકારી વિક્ટર જાેરાએ જણાવ્યું કે રશિયન હેકર્સ યુક્રેનના અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે અને માલવેર ફેલાવીને તેમના ઈમેલ પર હુમલો કરી રહ્યા છે.
