International

રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના બોક્સિંગ ચેમ્પિય અને કિવના મેયર સેના સાથે યુદ્ધમાં

કીવ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા સતત બીજા દિવસે હુમલો કરી યુક્રેનને ટાર્ગેટ બનાવી રહ્યું છે. આ વચ્ચે પૂર્વ હેવીવેટ બોક્સિંગ ચેમ્પિયને જાહેરાત કરી છે કે તે પોતાના ભાઈની સાથે યુક્રેનની રક્ષા માટે રશિયા વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઉતરશે. આ બંને ભાઈ હોલ ઓફ ફેમમાં પણ સામેલ છે. પૂર્વ હેવીવેટ બોક્સિંગ ચેમ્પિયન વિતાલી ક્લીશ્ચકોએ આ જાહેરાત કરી છે. વિતાલીની સાથે તેના ભાઈ વ્લાદિમીર ક્લીશ્ચકો પણ રશિયા વિરુદ્ધ લડશે. તમને જણાવી દઈએ કે આ બંને ભાઈ હેવીવેટ બોક્સિંગ ચેમ્પિયન રહી ચુક્યા છે. ૫૦ વર્ષના વિતાલી ક્લીશ્ચકોએ યુદ્ધમાં લડવાની જાહેરાત કરતા કહ્યુ- મારી પાસે કોઈ અન્ય વિકલ્પ નથી. મારે આ કરવું પડશે. હું લડીશ. હું યુક્રેનમાં વિશ્વાસ રાખુ છું. મને મારા દેશ પર અને અહીંના લોકો પર વિશ્વાસ છે. વિતાલી ક્લીશ્ચકો યુક્રેનની રાજધાની કિવના મેયર પણ છે. તે ૨૦૧૪થી અહીંના મેયર છે. વિતાલીએ કહ્યુ કે, કિવ શહેર મુશ્કેલમાં છે. પ્રથમ પ્રાથમિકતા પોલીસ અને મિલિટ્રીની સાથે મળી વીજળી, ગેસ અને પાણીની સપ્લાય બનાવી રાખવી છે. તો વ્લાદિમીર યુક્રેનની રિઝર્વ આર્મીમાં સામેલ થઈ ચુક્યા છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે, યુક્રેનના લોકો મજબૂત છે અને આ જંગમાં આ વાત સત્ય સાબિત થશે. આ લોકો શાંતિ અને અખંડતાની આશા કરે છે. આ એવા લોકો છે જે રશિયાના લોકોને પોતાના ભાઈ માને છે. બધા જાણે છે કે યુક્રેનના લોકો યુદ્ધ ઈચ્છતા નથી.

two-brothers-boxing-champion-mayor-of-kiev.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *