લંડન
પ્રખ્યાત અભિનેત્રી અને ડાન્સર લોરેન ગોટલીબના કેટલાક ફોટોઝ હાલમાં વાયરલ થઇ રહ્યા છે. અભિનેત્રીને બોલીવૂડમાં એક અલગ ઓળખાણ મળી છે, પરંતુ હાલમાં તે લંડનમાં છે. તસવીરો શેર કરતા લોરેને કેપ્શનમાં લખ્યું કે, ‘ન્ર્હર્ઙ્ઘહ ૈજ ટ્ઠઙ્મુટ્ઠઅજ ટ્ઠ ર્ખ્ર્તઙ્ઘ ૈઙ્ઘીટ્ઠ’. અભિનેત્રી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં લોરેન એક ખૂબ જ કિંમતી પર્સને કૈરી કરતી જાેવા મળે છે. તેમની આ એસેસરીઝ ષ્ઠટ્ઠજર ૈહજૈઙ્ઘી બ્રાંડની છે. તેની આ બેગ ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ તમે આ બેગની કિંમત જાણશો તો તમે પણ અમારા જેમ ચોંકી ઉઠશો. આ બ્લેક કલરનું પર્સ જે લોરેને કૈરી કર્યું છે તેની કિંમત ૮૨ હજારથી પણ વધુ છે. આ બેગ ખરેખર ખૂબ જ આકર્ષક લાગી રહી છે. આ પર્સની ઓનલાઈન કિંમત ઇં૧,૦૩૫ એટલે કે ૮૨૨૫૧.૯૭ રૂપિયા જણાવવામાં આવી છે. બાય ધ વે, સેલેબ્સ માટે આટલી મોંઘી બેગ લઈ જવી એ કોઈ મોટી વાત નથી. કારણ કે તેઓ એક ઝલકમાં કરોડો કમાય છે. લોરેન ગોટલીબે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહની સાથે એક સોન્ગ ‘કમરિયા હિલા રહી હૈ’માં કામ કર્યું છે. આ ગીતને કારણે અભિનેત્રીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. અભિનેત્રી એબીસીડી ૨ માં પણ જાેવા મળી છે અને તે ઘણા રિયાલિટી શોમાં પણ જાેવા મળે છે. તે ઘણા ડાન્સ શોને પણ જજ કરી ચુકી છે.
