International

લિંગાયત મઠના સંત શિવમૂર્તિ મુરૂગાની સગીરા સાથે બળાત્કારના આરોપમાં કરાઈ ધરપકડ

બેંગલુરૂ
સગીર છોકરીઓને સંડોવતા જાતીય સતામણીના કેસમાં આરોપી લિગાંયત સંત શિવમૂર્તિ મરૂધા શરણારૂની કર્ણાટક પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલામાં લિંગાયત સંત શિવમૂર્તિ મુરૂધા શરણારૂની વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં યૌન અપરાધોથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ (પોક્સો) એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. શરણારૂની ધરપકડના થોડા સમય પહેલા ગુરૂવારે કર્ણાટક પોલીસે તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. શિવમૂર્તિ મરૂધા શરણારૂ કર્ણાટકના ચિત્રદુર્ગમાં લિંગાયત મઠના પ્રમુખ મહંત છે. મહંતની ધરપકડની માંગને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતા, ત્યારબાદ પોલીસ પર દબાવ વધી ગયો હતો. આ સાથે પોલીસે મઠ દ્વારા સંચાલિત સ્કૂલ હોસ્ટેલના મુખ્ય વોર્ડનને પણ કસ્ટડીમાં લીધો છે. ચિત્રદુર્ગની એક સ્થાનીક કોર્ટે ગુરૂવારે મઠના પ્રમુખ મહંત શિવમૂર્તિ મુરૂગા શરણારૂની આગોતરા જામીન અરજીની સુનાવણી શુક્રવાર સુધી સ્થગિત કરી દીધી હતી. વકીલોના એક સમૂહે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખીને દાવો કર્યો છે કે સગીર છોકરીઓના કથિત યૌન શોષણ મામલામાં ચિત્રદુર્ગ સ્થિત મુરૂગા મઠના શિવમૂર્તિ મુરૂગા સ્વામી વિરુદ્ધ તપાસ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કરવામાં આવી રહી નથી. મઠના વહીવટી અદિકારી એસ કે બસવરાજને ગુરૂવારે કહ્યુ કે મહંત શિવમૂર્તિ મુરુગા શરણારૂ વિરુદ્ધ કોઈ ષડયંત્રમાં સામેલ નથી અને તેમણે બાળકોની રક્ષા કરવાનો પ્રયાસ કરી પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. મઠના અધિકારીઓએ પૂર્વ ધારાસભ્ય બસવરાજન અને તેમની પત્ની પર મહંત વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યના સીએમ બસવરાજ બોમ્મઈએ પહેલીવાર મૌન તોડતા કહ્યું કે આવનારા દિવસોમાં બધાને બધી ખબર પડી જશે અને જાે સગીરા સાચી છે તો તેને ન્યાય મળશે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *