International

લી કિયાંગ બની શકે છે ચીની રાષ્ટ્રપતિ!

બેઇજિંગ
ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીની ૨૦મી પાર્ટી કોંગ્રેસ બેઠક ખતમ થયા બાદ આજે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સત્તામાં પોતાની ત્રીજી ઈનિંગ અને નવી ટીમની સાથે સામે આવ્યા. સાથે તે પણ સ્પષ્ટ થઈ ગયું કે ક્યા તેવર અને ક્લેવર સાથે ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી રાજ કરશે જ્યાં રાષ્ટ્રપતિ શીના શબ્દો જ શાસન છે. પાર્ટી કોંગ્રેસની બેઠક અને સેન્ટ્રલ કમિટીની પ્રથમ સામાન્ય બેઠક બાદ રાષ્ટ્રપતિ શી સહિત કુલ ૭ સભ્યો મીડિયા કેમેરામાં લાગેલા પાવર વોક કરતા સામે આવ્યા. આ ચીનની શક્તિશાળી પોલિત બ્યૂરો સ્ટેન્ડિંગ કમિટીનો નવો ચહેરો છે. તેમાં લી કિયાંગ (ન્ૈ ઊૈટ્ઠહખ્ત), ઝાઓ લેજી (ઢરર્ટ્ઠ ન્ીદ્ઘૈ), વાંગ હુનિંગ (ઉટ્ઠહખ્ત ૐેહૈહખ્ત), કાઈ ચી (ઝ્રટ્ઠૈ ઊૈ), ડિંગ શુએશિયાંગ (ડ્ઢૈહખ્ત ઠેીટૈટ્ઠહખ્ત) અને ઠૈ ન્ૈ સામેલ છે. આ ટીમમાં લિ કિયાંગને મુખ્ય રીતે જગ્યા મળી છે જે શંઘાઈના પાર્ટી પ્રમુખ છે. માર્ચ ૨૦૨૩માં વર્તમાન પ્રધાનમંત્રી લી કછ્યાંગનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ લી કિયાંગનું પ્રધાનંમત્રી બનવાનું નક્કી છે. બેઠકમાં રોચક એન્ટ્રી ડિંગ શુએશિયાંગની છે જે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સેન્ટ્રલ કમિટીના જનરલ ઓફિસ પ્રમુખ છે. પાર્ટી કોંગ્રેસની બેઠકમાં જે વ્યક્તિ કાઓ શાઓશુન પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને લઈને બહાર ગયા તે ડિંગની કરામત હતી. ડિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. આ પહેલા પાર્ટી કોંગ્રેસ બેઠકના અંતિમ સત્રમાં રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બે લોકોની મદદથી બહાર લાવવામાં આવ્યા. તેની પાછળ ભલે ૭૯ વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને જણાવવામાં આવી રહ્યું હોય જે અંતિમ સત્રમાં બન્યા રહેવાની વાત કરી રહ્યાં હતા પરંતુ તે વાતથી ઇનકાર કરી શકાય નહીં કે બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ચાઇનાથી આવેલી આ તસવીરો પાછળ સત્તાની ખેંચતાણ પણ હોય. ચીનની સત્તામાં ૨૦૦૩-૨૦૧૩ સુધી રાષ્ટ્રપતિ રહેલા હુ જિન્તાઓ પાર્ટી ઝ્રઝ્રરૂન્ (યુથ લીગ) જૂથની આગેવાની કરતા હતા. તો શી જિનપિંગ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ જેમિનના શંઘાઈ ગ્રુપના સભ્ય રહ્યાં. પરંતુ શીએ સત્તાપાર મજબૂત પકડ બનાવતા ભ્રષ્ટાચાર વિરોધી મુહિમ હેઠળ ઝ્રઝ્રરૂન્ જૂથ અને શંઘાઈ ગ્રુપ બંનેના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. છેલ્લા ૧૦ વર્ષમાં શી રાજમાં ૭.૬૦ લાખ પાર્ટી પદાધિકારીઓ અને સરકારી હોદ્દેદારો પર કાર્યવાહી કરવામાં આવી. નવી સ્ટેન્ડિંગ કમિટી, પોલિત બ્યૂરો અને સેન્ટ્રલ કમિટીના ચહેરાથી સ્પષ્ટ છે કે શીએ પોતાના વફાદારો અને વિશ્વાસુને જગ્યા આપી છે. પરંતુ ચીનની સત્તાના શિખર પર હજુ પુરૂષોનું વર્ચસ્વ છે. ન તો પોલિત બ્યૂરો સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ મહિલાને જગ્યા આપવામાં આવી છે અને ન તો પોલિત બ્યૂરોમાં. સેન્ટ્રલ કમિટી માટે ચૂંટવામાં આવેલા ૨૦૫ સભ્યોમાં માત્ર ૧૧ મહિલાઓને સામેલ કરવામાં આવી છે.

Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *