International

વાઈરલ વીડીયોમાં અફઘાનિસ્તાનની મહિલાએ પોતાના પર થયેલા જુલ્મનું દર્દ વ્યક્ત કર્યું

કાબુલ
અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજમાં મહિલાઓ પર જુલ્મો વધી રહ્યા છે. તેનું તાજું ઉદાહરણ અફઘાની મહિલા ઇલાહા છે. જેની સાથે તાલિબાનના આંતરિક મંત્રાલયના પૂર્વ પ્રવક્તા સઇદ ખોસ્તીએ પહેલા બળજબરીથી લગ્ન કર્યા અને હવે તેને સતત પ્રતાડિત કરવામાં આવી રહી છે. સઇદ ખોસ્તીની પત્ની ઇલાહાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ૨૪ વર્ષીય ઇલાહા પોતાનું દર્દ વ્યક્ત કરી રહી છે. વીડિયોમાં ઇલાહા દાવો કરી રહી છે કે સઇદ ખોસ્તીએ તેની સાથે બળજબરીથી લગ્ન કર્યા છે. જે પછી તેના પર જુલ્મ શરુ થઇ ગયો છે. ઇલાહાએ દાવો કર્યો છે કે સઇદ સાથે લગ્ન પછી તેની સાથે રોજ રાત્રે બળાત્કાર, મારપીટ અને અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે. ઇલાહાનો દાવો છે કે બળજબરીથી લગ્ન પહેલા સઇદે તેની સાથે બળાત્કાર કર્યો હતો. એક વખત તંગ આવીને ઘરેથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તે ભાગવા સફળ રહી પણ તોરખમ બોર્ડર પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પીડિતાને બળજબરીથી સઇદ ખોસ્તીના પગ ચટાડ્યા હતા અને માફી મંગાવી હતી. વીડિયોમાં ઇલાહા કહે છે કે ગત માર્ચમાં તેની સઇદ ખોસ્તીએ ઘણી પીટાઇ કરી હતી જેથી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેના પર ઘણા પ્રકારના પ્રતિબંધો છે અને તે મીડિયા સાથે પણ વાત કરી શકતી નથી. બની શકે કે વીડિયો બનાવ્યા પછી ખોસ્તીના હાથે પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. જાેકે તેનું કહેવું છે કે દરરોજ મરવા કરતા એક જ વારમાં મરી જાઉં જાેકે પૂર્વ તાલિબાની પ્રવક્તા સઇદ ખોસ્તીએ આ બધા આરોપથી ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે તેણે ઇલાહા સાથે બળજબરીથી લગ્ન કર્યા નથી. અફઘાનિસ્તાનની ઓનલાઇન વેબસાઇટ ખમામના મતે ઇલાહાના આ આરોપો પછી સઇદ ખોસ્તીએ બન્ને વચ્ચે વિશ્વાસ કમજાેર હોવાના આધારે તલાક પણ આપી દીધા છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *