વોશિંગ્ટન
ટિ્વટરના નવા માલિક હાલ ખુબ ચર્ચામાં છે. તેમની એક-એક ટ્વીટ દુનિયાભરમાં ખળભળાટ મચાવી રહી છે. આ બધા વચ્ચે એક ટ્વીટ તેમણે એવી કરી કે લોકો ચોંકી ગયા છે. તેમણે પોતાને એલિયન ગણાવી દીધા છે અને કહ્યું કે તેઓ પોતાના ગ્રહ પર પરત ફરવા માંગે છે. ત્યારબાદ તેમણે આ સંલગ્ન શ્રેણીબદ્ધ અનેક ટ્વીટ કરી છે. હાલમાં જ ટિ્વટર પર ુટ્ઠૈંહ્વેંુરઅ નામના હેન્ડલે એક ટ્વીટ કરતા લખ્યું કે સૌથી પાગલપણાની થિયરી શું હોઈ શકે છે, જે સાચી પડી શકે છે. આ ટ્વીટમાં એલન મસ્કને ટેગ કરાયા હતા. જેના જવાબમાં એલન મસ્કે જે જવાબ આપ્યો તે વાયરલ થઈ ગયો. તેમણે લખ્યું કે ‘હું એલિયન છું અને પોતાના ઘરે જવા માટે પ્રયત્ન કરી રહ્યો છું.’ ત્યારબાદ યૂઝર્સ તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એટલું જ નહીં કે આ અગાઉ પણ એલન મસ્કે પોતાની એક ટ્વીટમાં લખ્યું કે હું એલિયન છું. અત્રે જણાવવાનું કે જ્યારથી એલન મસ્કે ટિ્વટર ખરીદી છે ત્યારથી અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે. હવે ટિ્વટર પર બ્લૂ ટીકવાળા યૂઝર્સે ૮ ડોલર આપવા પડશે. તેની જાહેરાત એલન મસ્કે જ કરી હતી. જાે કે એલન મસ્કે સાથે સાથે બ્લૂ ટીકવાળા યૂઝર્સને શું ફાયદા થશે તે પણ ગણાવ્યા હતા. અત્રે જણાવવાનું કે ટિ્વટરે દુનિયાભરમાં મોટા પાયે છટણીની નીતિ હેઠળ ભારતમાં પણ કર્મચારીઓને કાઢવાનું શરૂ કરી દીધુ છે. એલન મસ્કે જ્યારે ટિ્વટર હસ્તગત કર્યું તો ત્યારબાદથી જ કંપનીએ દુનિયાભરમાં પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરી દીધુ છે. હાલત તો જાે કે તેમની આ એલિયનવાળી ટ્વીટ ખુબ વાયરલ થઈ રહી છે.
