વોશિંગ્ટન
શ્રીલંકાના બેટ્સમેન દિનેશ ચંદીમલની બેવડી સદી તેમજ ડાબોડી બોલર પ્રભાત જયસૂર્યા દ્વારા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં નવોદિત દ્વારા કરાયેલા ચોથા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની મદદથી શ્રીલંકા સામે પ્રવાસી ઓસ્ટ્રેલિયાનો એક ઈનિંગ અને ૩૯ રને કારમો પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે અંતિમ સેશનમાં નાટ્યાત્મક રીતે નવ વિકેટ ગુમાવતા ટેસ્ટનો એક દિવસ બાકી હતો ત્યાંજ ધબડકો થયો હતો. શ્રીલંકાએ ૧૯૮૩માં બન્ને વચ્ચે ટેસ્ટના પ્રારંભ પછી સૌપ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને ઈનિંગથી હરાવ્યું હતું. બીજી ટેસ્ટમાં જીત સાથે જ શ્રીલંકાએ શ્રેણીમાં ૧-૧ની બરાબરીકરી હતી. શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં દિનેશ ચંદીમલની બેવડી સદીીમદદથી ૫૫૪ રન કરતા ઓસ્ટ્રેલિયા સામે ૧૯૦ રનની લીડ મેળવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની સમગ્ર ટીમ બીજા દાવમાં ૧૫૧ રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર (૨૩) અને ઉસ્માન ખ્વાજા (૨૯)એ પ્રથમ વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી સાથે મજબૂત શરૂઆત અપાવી હતી. શ્રીલંકાના રમેશ મેન્ડિસે વોર્નરે લેગબિફોર આઉટ કરીને આ જાેડી તોડી હતી. ત્યારબાદ પ્રભાત જયસૂર્યાએ મિડલ ઓર્ડરને ક્રિઝ પર પગ ટકાવવાની કોઈ તક આપી નહતી. બીજી ટેસ્ટ મેચની શરૂઆત પૂર્વે શ્રીલંકાના કેમ્પમાં કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા ટીમમાં સ્થાન મેળવનાર પ્રભાત જયસૂર્યાએ શાનદાર દેખાવ કર્યો હતો. શ્રીલંકાનો પ્રથમ ટેસ્ટમાં ૧૦ વિકેટે પરાજય થયા બાદ ટીમે બીજી ટેસ્ટમાં પ્રતિકૂળ સ્થિતિની વચ્ચે પણ શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરતા વિજય પ્રાપ્ત કર્યો હતો. જયસૂર્યાએ બન્ને ઈનિંગમાં છ-છ મળીને ૧૭૭ રનમાં કુલ ૧૨ વિકેટ મેળવતા તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. થીકસાનાએ ટેસ્ટ ડેબ્યૂમાં ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે કામિન્દુ મેન્ડિસે પણ કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. પૂર્વ કેપ્ટન ચંદીમલે પણ ટેસ્ટ કારકિર્દીની શ્રેષ્ઠ ઈનિંગ રમતા જીતનો પાયો નાંખ્યો હતો. ચોથા દિવસની શરૂઆતમાં ઈનિંગને ૧૧૮ રનથી આગળ ધપાવ્યા બાદ ચંદીમલ ૨૦૬ રન કરી નોટ આઉટ રહ્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર તે સૌપ્રથમ બેટ્સમેન બન્યો હતો. ચંદીમલે ૩૨૬ બોલનો સામનો કર્યો હતો જેમાં ૧૬ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. શ્રીલંકાની નવમી વિકેટ પડી ત્યારે ચંદીમલ ૧૫૯ રન પર હતો. તેણે કાસુન રજીતા સાથે મળીને ૧૦મી મિકેટ માટે ૪૯ રનની પાર્ટનરશિપ કરી હતી. રજીતા ખાતુ પણ ખોલાવી શક્યો નહતો અને ચંદીમલે આ ભાગીદારીમાં ૧૮ બોલમાં ૪૮ રન ફટકાર્યા હતા. મિચેલ સ્ટાર્કની ઓવરાં સતત બે છગ્ગા ફટકારીને તેણે બેવડી સદી પૂર્ણ કરી હતી. ચંદીમલ ૨૧૯ રન સાથે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો.


