International

સાઉદી અને યમન વચ્ચેની લડાઈમાં ૧૫૬ હુથી બળવાખોરો માર્યા ગયા

હજ્જા
યમનમાં ૨૦૧૪થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ તે સમયે રાજધાની સના સહિત અનેક ઉત્તરપૂર્વીય પ્રાંતો પર કબજાે મેળવ્યો હતો. જ્યારે સાઉદી સમર્થિત યમનના રાષ્ટ્રપતિ અબ્દ રબ્બુ મન્સૂર હાદીને રાજધાની સનામાંથી બહાર જવાની ફરજ પડી હતી. પછી વર્ષ ૨૦૧૫ માં, આ વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સરકારની પુનઃસ્થાપના માટે, સાઉદી અરેબિયા અને ેંછઈ સહિત તમામ આરબ દેશોએ યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો. તેણે યમનની સેનાને મદદ કરી અને હુતીઓને ઘણા વિસ્તારોમાંથી ભગાડી દીધા.યમનના ઉત્તરપૂર્વીય પ્રાંત હજ્જામાં, હુતી બળવાખોરો અને સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના લશ્કરી જાેડાણ વચ્ચે યુદ્ધ તીવ્ર બન્યું છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછા ૧૫૬ હુતી લડવૈયાઓ માર્યા ગયા છે. સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે હરદ શહેરમાં સેના અને લડવૈયાઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેની સરહદ સાઉદી અરેબિયા સાથે છે. એકલા હરદાદમાં શુક્રવારે ૧૦૬ હુથી બળવાખોરોના મોત થયા હતા. યમનમાં ગઠબંધન સેનાના હુમલામાં હુથી બળવાખોરોના અનેક વાહનોને પણ નુકસાન થયું છે. હુતી આતંકવાદીઓએ થોડા દિવસો પહેલા સેનાને હરદાદ શહેર છોડવાની ફરજ પાડી હતી. તે સમયે ૬૦ જવાનો શહીદ થયા હતા અને ૧૪૦ અન્ય ઘાયલ થયા હતા. ત્યારબાદ ૧૭ ફેબ્રુઆરીએ, સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનના યુદ્ધ વિમાનો દ્વારા યમનના સૈનિકો દ્વારા હુથી આતંકવાદીઓને અબ્દ જિલ્લામાંથી ભગાડવામાં આવ્યા હતા. આતંકવાદીઓ યમનના આર્મી બેઝ તરફ આગળ વધી રહ્યા હતા. પછી તેમને રોકવા માટે તેણે હુમલો કર્યો. જેમાં ૫૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. સેનાએ તેમને ખતમ કરવા માટે ૧૦ બોમ્બ ફાયર કરવામાં સક્ષમ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. અગાઉ, આવી જ લડાઈ મારીબમાં પણ થઈ હતી. તેમાં પણ સેંકડો હુતી માર્યા ગયા હતા. તાજેતરમાં, હુતી બળવાખોરો ચર્ચામાં આવ્યા જ્યારે તેઓએ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીને નિશાન બનાવ્યું. આ હુમલામાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા ત્યાં અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.

Yemens-Hajj-at-least-156-Houthi-rebels-killed-in-Saudi-coalition-attack-and-vehicles-destroyed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *