સાઉદી-અરેબિયા
સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને યમન સરકારની કાયદેસરતા પુનઃસ્થાપિત કરવા માટે તેને ‘યુદ્ધ’ ગણાવ્યું છે. સાઉદીના નેતૃત્વમાં કેટલાક દેશોનું ગઠબંધન છે, જેમાં યુએઈનો સમાવેશ થાય છે. આ ગઠબંધન યમનના હુથી વિદ્રોહીઓ સામે લડે છે. આ ગઠબંધનને અમેરિકાનું સમર્થન છે. સાઉદી એર ડિફેન્સે ઇરાન સમર્થિત હુથી વિદ્રોહીઓના બોમ્બથી ભરેલા ડ્રોનને નષ્ટ કરી દીધું હતું. હુથી આભા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત રીતે મુસાફરો અને સ્ટાફને નિશાન બનાવવા ઇચ્છતા હતા, જેને અમે નિષ્ફળ બનાવ્યું છે. ડ્રોનને નષ્ટ કરવા દરમિયાન બોમ્બથી ભરેલા ડ્રોનનો કેટલોક કાટમાળ એરપોર્ટ સંકુલની આસપાસ પડ્યો અને બે સાઉદી નાગરિકો સહિત ૧૨ નાગરિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.’ આ કાટમાળ પડવાને કારણે એક ભારતીય, ચાર બાંગ્લાદેશી, ત્રણ નેપાળી, એક ફિલિપિનો અને એક શ્રીલંકાના પ્રવાસી ઘાયલ થયા છે. અધિકારીઓએ ઘાયલોની ઓળખ જાહેર કરી નથી. ગઠબંધન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘આ હુમલાઓ વિદ્રોહીઓના દુશ્મનાવટ ભરેલા સ્વભાવ અને તેમના આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ઉલ્લંઘનની પુષ્ટિ કરે છે, જે અંતર્ગત આભા ઇન્ટરનેશનલ એરપોર્ટને ૈંૐન્ (આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો) દ્વારા સંરક્ષિત તરીકે માન્યતા આપવામાં આવી છે.’ ‘આતંકવાદી, ઇરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ દ્વારા આ પ્રતિકૂળ કૃત્યો અને અનૈતિક ગુનાઓ સામે ગઠબંધનની સેના આવી ખતરાઓનો જવાબ આપવા માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે. નાગરિકોની સુરક્ષા માટે, અમારી સેના આ રીતે આ હુમલાઓને નિષ્ક્રિય કરવાનું ચાલુ રાખશે.’ ૧૭ જાન્યુઆરીએ હુથીઓના હુમલામાં બે ભારતીયોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હુથીઓએ અબુ ધાબીના મુખ્ય એરપોર્ટ પરના ફ્યુઅલ ડેપોને નિશાન બનાવ્યું હતું. હુથી હુમલામાં ત્રણ પેટ્રોલિયમ ટેન્કર બ્લાસ્ટ થયા હતા. આ હુમલામાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું હતું. ૬ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા. આ હુમલા બાદ ખાડી ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અબુ ધાબીમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. હુથી વિદ્રોહીઓએ ભૂતકાળમાં સાઉદી ઓઇલ ફેસિલિટી પર અનેક ડ્રોન હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.
