International

સોશિયલ મિડીયામાં એક પાર્કમાં ભૂતનો વિડીયો વાયરલ થયો

વોશીંગ્ટન
સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર વીડિયો જાેવા મળે છે. તેને જાેઇને વિશ્વાસ થતો નથી કે શું ખરેખર આવું થઇ શકે છે. આજે એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જાેઇને તમને વિશ્વાસ નહી થાય કે આવું ખરેખર થઇ શકે છે. આ વીડિયોમાં પાર્કમાં બેઠેકા લોકો આત્માથી ડરીને આમતેમ ભાગતા જાેવા મળે છે. વાયરલ વીડિયોમાં તમે જાેઇ શકશો કે એક પાર્કમાં એક વડીલ વ્યક્તિ બેંચ પર ચૂપચાપ બેસીને ન્યૂઝપેપર વાંચી રહી છે. ત્યારે તેની પાછળથી સફેદ કાપડ જેવી કોઇ વસ્તુ ઉડીને આવે છે. તેમાં બે હાથ અને માથું દેખાય છે. બાકી પાછળનો ભાગ કપડા જેવો લાગે છે. તે હવામાં ઉડતી જાેવા મળે છે. ફિલ્મોમાં જાેવા મળતી આત્મા જેવું લાગે છે. તે સફેદ વસ્તુ ન્યૂઝપેપર વાંચી રહેલા વ્યક્તિના માથા ઉપરથી ઉડે છે. વ્યક્તિ જેવું આ દ્રશ્ય જુએ છે, ડરના માર્યા તેની હાલત ખરાબ થઇ જાય છે, તે ન્યૂઝ પેપર મૂકીને ભાગવા લાગે અને દૂર જતો રહે છે. વીડિયોમાં આગળ જાેઇ શકાય છે કે હવે તે સફેદ ઉડતી આત્મા જેવી વસ્તુ પાર્કમાં બેઠેલી પુસ્તક વાંચી રહેલી એક છોકરી તરફ જાય છે. તે તેના માથા ઉપર ઉડવા લાગે છે અને પછી તેને અડીને નિકળી જાય છે. છોકરી ડરીને ત્યાં ઉંધી પડી જાય છે. તેની ચોપડી પુસ્તક તેના માથા પર પડે છે. ત્યારબાદ તે ઉઠીને પાર્કમાં બીજી તરફ ભાગે છે. તે સફેદ રંગની વસ્તુ તેનો પીછો કરવા લાગે છે. છોકરી ક્યારેય નીચે તો ક્યારે અલગ અલગ દીશામાં દોડીને પોતાનો જીવ બચાવતી જાેવા મળે છે. આ દ્રશ્ય ડરામણું લાગી રહ્યું છે. જાેકે કોમેન્ટ વાંચીને લાગે છે કે આ કોઇ પ્રેંક છે અને તે આત્મા જેવી વસ્તુને દૂર્થી કોઇ કંટ્રોલ કરી રહ્યું છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇરહ્યો છે. તેને ઙ્ઘૈજર્ષ્ઠદૃીિઅ.ીહખ્તીહરટ્ઠિૈટ્ઠ નામના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્રારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ૯.૬દ્ભ વધુ લોકોએ લાઇક કર્યો છે. યૂઝર્સ તેને ખૂબ શેર કરી રહ્યા છે અને તેના પર રસપ્રદ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *