International

સ્પેનિશ મહિલા માત્ર ૨૦ દિવસમાં બીજીવાર સંક્રમિત થઈ

સ્પેન
સમગ્ર વિશ્વ છેલ્લા ૨ વર્ષથી કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આ દરમિયાન કરોડો લોકો સંક્રમિત થયા છે. આ દરમિયાન કોરોના સંક્રમણનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સંશોધકોએ દાવો કર્યો છે કે, સ્પેનિશ હેલ્થ વર્કરને માત્ર ૨૦ દિવસમાં બે વખત કોરોના સંક્રમણ લાગ્યું છે. તેમનું કહેવું છે કે, સંક્રમણ વચ્ચે આ અત્યાર સુધીનું સૌથી નાનું અંતર છે. આ ૩૧ વર્ષીય મહિલા મેડ્રિડમાં રહે છે. સ્પેનિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેને માત્ર ૨૦ દિવસમાં બે વાર કોરોના સંક્રમણ થયું હતું. તેણીને કોરોનાના ૨ જુદા જુદાવેરિએન્ટથી સંક્રમણ લાગ્યું હતું. ડિસેમ્બરના અંતમાં જ્યાં તેણે ડેલ્ટા વેરિઅન્ટમાં સંક્રમણનો સામનો કરવો પડ્યો હતો. આવા સમયે જાન્યુઆરીમાં તેણીને ઓમિક્રોનથીસમંક્રમિત થઈ હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મહિલાને સંપૂર્ણપણે રસી આપવામાં આવી હતી. તેણે બુસ્ટર શોટ પણ લીધો હતો. તમામ સુરક્ષા હોવા છતાં, મહિલા ગત વર્ષે ૨૦ ડિસેમ્બરનારોજ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જાેકે, તેનામાં કોરોનાના કોઈ લક્ષણો જાેવા મળ્યા ન હતા. તેણે કામ પર પાછા ફરતા પહેલા ૧૦ દિવસ માટે પોતાને ક્વોરેન્ટાઇન પણ કરી હતી. આવા સમયે જ્યારે પ્રથમ કોરોના ટેસ્ટ બાદ, જ્યારે મહિલાની તબિયત ખરાબ હોવાને કારણે ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યારે તે રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સંશોધક ડૉ. જેમ્મા રેસીઓએ જણાવ્યું હતું કે, જે લોકોને કોવિડ ૧૯નું સંક્રમણ થયું છે. તેઓએ એવું ન વિચારવું જાેઈએ કે, તેઓ ફરીથી સંક્રમિત થઇ શકશે નહીં. ભલે તેઓને રસીના તમામ ડોઝ આપવામાં આવ્યા હોય. ઈમ્પીરીયલ કોલેજ લંડનના અભ્યાસ મુજબ, ઓમિક્રોન વેરિઅન્ટ્‌સ ડેલ્ટા વેરિઅન્ટ્‌સ કરતા ૫.૪ ગણા વધુપુનરાવર્તિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *