International

હવે ડિજીટલ કરન્સીની ચોરીઓ થઈ રહી છે

 

કોલંબિયા
બિટકોઇનની ચોરીના કેસમાં પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. વાસ્તવમાં, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે મંગળવારે જણાવ્યું હતું કે તેમણે ૨૦૧૬ માં ચોરાયેલા ૯૪,૦૦૦ થી વધુ બિટકોઇન્સ પાછા મેળવી લીધા છે. હાલમાં આ બિટકોઇનની કિંમત ૩.૬ બિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે, જે એક રેકોર્ડ છે. બિટકોઈનનો ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરતી વખતે આરોપીઓ ઝડપાઈ ગયા છે. ૩૪ વર્ષીય ઇલ્યા લિક્ટેનસ્ટેઇન અને તેની ૩૧ વર્ષીય પત્ની હીથર મોર્ગનને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લિક્ટેનસ્ટેઇન અને મોર્ગને કથિત રીતે ૧૧૯,૭૫૪ બિટકોઇન્સમાંથી નફો કમાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેમની કિંમત ૬.૫ કરોડ ડોલર હતી, જે વર્ચ્યુઅલ કરન્સી એક્સચેન્જ મ્ૈંકૈહીટ ના હેક દરમિયાન ૨૦૧૬માં ચોરી થઈ ગયા હતા. ડેપ્યુટી એટર્ની જનરલ લિસા મોનાકોએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ ધરપકડ અને વિભાગની અત્યાર સુધીની સૌથી મોટી નાણાકીય જપ્તી દર્શાવે છે કે ક્રિપ્ટોકરન્સી ગુનેગારો માટે સુરક્ષિત ઠેકાણું નથી.’ કોર્ટના દસ્તાવેજાે અનુસાર, ચોરાયેલી કેટલીક ક્રિપ્ટોકરન્સી લિક્ટેનસ્ટેઇન દ્વારા સંચાલિત ડિજિટલ વૉલેટમાં મોકલવામાં આવી હતી. તે સોશિયલ મીડિયા પર પોતાને ‘ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક, કોડર અને રોકાણકાર’ જણાવે છે. ચોરાયેલા બિટકોઇન્સમાંથી, લગભગ ૨૫,૦૦૦ બિટકોઇન્સને આગામી ૫ વર્ષમાં વોલેટમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને પૈસાનો ઉપયોગ સોનું અથવા ડિજિટલ દ્ગહ્લ્‌ જેવી વસ્તુઓ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. તપાસકર્તાઓએ ગયા અઠવાડિયે બાકીના બિટકોઇન્સ રિકવર કર્યા હતા. તેમણે ચોરીનો ભોગ બનેલા લોકોને આગળ આવવા અને પોતાના નુકસાનની ભરપાઈ કરવા કહ્યું છે.

Crypto-Currency-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *