International

હોટલમાં એક ગ્રુપે ખૂબ ખાધું-પીધું અને પાર્ટી કરી, બિલનો વારો આવ્યો તે છટકી ગયાં

બ્રિટન
રેસ્ટોરંટમાં છ લોકોના એક ગ્રુપે જરબદસ્ત પાર્ટી કરી. તેમણે ખાવાનું ખાધું. દારુ પીધો અને ભારે મોજ કરી, પણ જ્યારે ૨૫ હજારનું બિલ આપવાનો વારો આવ્યો તે, તમામ લોકો રેસ્ટોરન્ટમાંથી ફરાર થઈ ગયા હતા. પાછલા બારણેથી ભાગતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો રેસ્ટોરન્ટના માલિકે શેર કર્યો છે. સાથે જ માલિકે એવી અપીલ કરી છે કે, ભાગીને ગયેલા ગ્રાહકોને શોધવામાં તેમની મદદ કરે અને તેમના બાકી ૨૫ હજાર ૮૦૨ રૂપિયાનું બિલ અપાવે. રેસ્ટોરન્ટના માલિકે પોલીસને પણ આ મામલે ફરિયાદ કરી છે. પોલીસ હવે તેમને શોધી રહી છે. દ સનના એક રિપોર્ટ અનુસાર, ઘટના બ્રિટનના નોર્થ યોર્કશાયરમાં આવેલી ્‌રી જીેંર્ંહ છદ્બિજ રેસ્ટોરન્ટમાં થઈ હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો રિલીઝ કરનારા રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે, ૬ લોકોનું એક ટોળુ આવ્યું હતું અને ખાઈ પીને બિલ ચુકવ્યા વિના ત્યાંથી ભાગી ગયા હતા. જાે કે, માલિકે તેમને પેમેન્ટ કરવાની ચેતવણી આપી હતી અને એવું પણ કહ્યું હતું કે, જાે તેમણે બિલ ન આપ્યું તો, વીડિયો શેર કરી દેશે. પણ તેમ છતાં પણ ગ્રાહકોએ તેમની વાત માની નહીં, જે બાદ માલિકે રેસ્ટોરન્ટમાંથી છાનામાન ભાગી રહેલા ગ્રાહકોનો વીડિયો શેર કર્યો છે. આ ફુટેજમાં દેખાય છે કે, કેવી રીતે એક પછી એક ગ્રાહકો રેસ્ટોરન્ટમાંથી ભાગી રહ્યા છે. તેમાં અમુક મહિલાઓ પણ છે. માલિકનું કહેવુ છે કે, જાે બિલ ન ચુકવ્યું તો, બાકીના સીસીટીવી ફુટેજ સોમવારે પોલીસને આપવામાં આવશે અને એક્શનની માગ કરવામાં આવશે. હાલમાં ભાગેલા ગ્રાહકોને શોધવામાં પોલીસ કામે લાગી છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *