International

૬૪મા ગ્રેમી એવોર્ડ ઇવેન્ટને લાગ્યું કોરોનાનું ગ્રહણ

અમેરિકા
૬૪મા ગ્રેમી એવોર્ડની ઈવેન્ટને મોકૂફ રાખવામાં આવી છે. અમેરિકાના લોસ એન્જલસમાં ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ એ યોજાનાર તેનું કારણ કોરોનાવાયરસનું ઝડપથી વિકસતું ઓમિક્રોન વાયરસ છે. વિશ્વ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન કરતી રેકોર્ડિંગ એકેડમીએ તેનું આયોજન મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. એકેડમીનું કહેવું છે કે ૩૧ જાન્યુઆરીએ યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં ઓમિક્રોનને કારણે જાેખમ વધી શકે છે. રેકોર્ડિંગ એકેડમી, એમ પણ કહે છે કે આ ઈવેન્ટની નવી તારીખ તેમના દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગ્રેમીના સત્તાવાર પ્રસારણ સીબીએસ અને ધ રેકોર્ડિંગ એકેડમીએ આ બાબતે તેમનું સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. “નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમારા સંગીત સમુદાયના લોકો, જીવંત પ્રેક્ષકો અને અમારા શો બનાવવા માટે અથાક મહેનત કરતા સેંકડો લોકોનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે સંગીતની અત્યાર સુધીની સૌથી મોટી રાતની ઉજવણી કરવા આતુર છીએ. આ ઉજવણીની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. શહેર અને રાજ્યના અધિકારીઓ, આરોગ્ય અને સુરક્ષા નિષ્ણાતો, કલાકાર સમુદાય અને અમારા ઘણા ભાગીદારો સાથે ચર્ચા કર્યા પછી, રેકોર્ડિંગ એકેડેમી અને ઝ્રમ્જી એ ૬૪મા ગ્રેમી એવોર્ડ શોને મુલતવી રાખ્યો છે, ગયા વર્ષે પણ ગ્રેમી એવોર્ડ્‌સ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. ૨૦૨૧ ની શરૂઆતમાં મોટાભાગના મોટા પુરસ્કારોની જેમ, કોરોનાવાયરસને કારણે ગ્રેમી એવોર્ડ્‌સ મુલતવી રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે, સ્ટેપલ્સ સેન્ટરને બદલે લોસ એન્જલસ કન્વેન્શન સેન્ટરમાં આઉટડોર સેટ પર કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને સેલિબ્રિટીઓના બેસવાની જગ્યા પણ બદલવામાં આવી હતી. આ ઉપરાંત પ્રેક્ષકોની બેઠક ક્ષમતા પણ ઘટી ગઈ હતી. બેયોન્સ અને ટેલર સ્વિફ્ટ માટે તે એક મોટી સંગીતમય નાઈટ હતી. લાઇવ પર્ફોર્મન્સને કારણે, ગ્રેમી પોતાને અન્ય એવોર્ડ શોથી અલગ છે. જાે કે ગયા વર્ષે ભીડને કારણે લાઈવ પરફોર્મન્સ પર બ્રેક લાગી હતી. પીઢ ગાયકોએ સ્ટેજ પર પોતાની હાજરી દર્શાવી હતી, પરંતુ તેમના અભિનયના ગીતો પહેલેથી જ રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને સ્ટેજ પર ટેપ વગાડવામાં આવ્યા હતા.

Grammy-Award-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *