International

૬૯ વર્ષની ઉંમરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પિતા બનશે

રશિયા
યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરીથી પિતા બનવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે પોતાની જિમનાસ્ટ પ્રેમીની સાથે વધુ એક બાળકના પિતા બનવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલના પહેલાં જ બાળકો છે. અફવા છે કે હવે ૬૯ વર્ષના પુતિનની પ્રેમિકા હવે એક પુત્રીને જન્મ આપવા જઇ રહી છે. રાષ્ટ્રપતિ પુતિનની પ્રેમિકા અલીના કાબેવા ત્રીજીવાર ગર્ભવતી છે. આ જાેડીના પહેલાંથી બે બાળકોની અફવા છે, પરંતુ હવે તે પોતાના પરિવારમાં એક પુત્રીને જાેડવાની તૈયારી કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું ચે કે પુતિનને જ્યારે ખબર પડી કે તેમની પ્રેમિકા ગર્ભવતી છે અને તે એક પુત્રીના પિતા બનવા જઇ રહ્યા છે તો તે આ સમાચારથી ખુશ ન હતા. તેમનું માનવું હતું કે તેમની પાસે પહેલાંથી જ ઘણા બાળકો છે અને પુત્રીઓ પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે અલીના કાબેવા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા જિમનાસ્ટ છે. કાબેવા માટે કહેવામાં આવે છે કે તે રશિયન રાષ્ટ્રપતિના પરિવારનો ભાગ છે, પરંતુ બંનેને પોતાના સંબંધોને સીક્રેટ જ રાખવા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાબેવાએ મોસ્કોમાં બે જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ વર્ષ ૨૦૧૫ માં સ્વિત્ઝરલેંડના એક વીઆઇપી ક્લિનિકમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. જાેકે, પુતિને ક્યારેય પણ આ વાતની સાર્વજનિક રૂપથી પુષ્ટિ કરી છે કે તેમના કેટલા બાળકો છે, પરંતુ પૂર્વ પત્ની લ્યૂડમિલા ઓચેરેત્નાયા સાથે તેમની પુત્રીઓ ખૂબ હાઇ પ્રોફાઇલ છે. જેમાં ૩૭ વર્ષની બિઝનેસ વુમેન મારિયા વોરોત્સોવા અને ૩૫ વર્ષીય ડાન્સર કતેરીના તિખોનોવા સામેલ છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *