International

IMF૨.૯ અબજ ડોલરનું રાહત પેકેજ આપે તો શ્રીલંકાનું આર્થિક સંકટ દૂર થઇ શકે ખરા?…

કોલંબો
આર્થિક અને રાજકીટ સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના જલદી થોડી રાહત મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે આઈએમએફના પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચામાં શ્રીલંકા ૨.૯ અબજ ડોલરના શરતી રાહત પેકેજ પર રાજી થઈ ગયું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાને કારણે આયાત બંધ થઈ ગઈ છે. તો જનતા ભોજન અને પેટ્રોલ-ડીઝલ માટે પણ તરસી રહી છે. શ્રીલંકા પર ૫૧ અબજ ડોલરનું વિદેશી દેવું છે. જુલાઈમાં ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ દેશના રાષ્ટ્રપતિ ભવન પર કબજાે કરી લીધો હતો. ત્યારબાદ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા હતા. સિંગાપુરથી તેમણે પોતાનું રાજીનામુ આપી દીધુ હતું. હવે આઈએમએફ સાથે સહમતિ બનવા પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યુ છે કે આ દેશના ઈતિહાસનું ખુબ મહત્વનું પગલું છે. તેમણે કહ્યું, શરૂઆતમાં મુશ્કેલી આવશે પરંતુ આપણે આગળ વધવાનું છે અને પ્રગતિ કરવી છે. જે અમારો સંકલ્પ છે અત્યારે માત્ર તેના પર વિચાર કરવાનો છે. આઈએમએફના એક અદિકારીએ કહ્યું કે શ્રીલંકાને સંકટમાંથી બહાર કાઢવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૈંસ્હ્લએ પહેલા પણ કહ્યું હતું કે અમારૂ પ્રતિનિધિમંડળ શ્રીલંકાની સાથે નાણાકીય સુધારા પર ચર્ચા કરશે. પ્રેસ રિલીઝ પ્રમાણે આઈએમએફે કહ્યું હતું કે તે આશ્વાસન ઈચ્છે છે કે લોન સ્થિરતા બહાલ રહેશે. શ્રીલંકાને મે મહિનામાં આઈએમએફે રાહત પેકેજની વાત શરૂ કરી હતી પરંતુ જૂનમાં સ્થિતિ ગડબડ થવાને કારણે વાતચીત અટકી ગઈ હતી.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *