International

અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાત પહેલાજ પિટ્‌સબર્ગમાં પુલ તુટી પડ્યો

અમેરિકા
બાઇડન આ શહેરમાં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એક બેઠક યોજવાના હતા, પરંતુ તે પહેલા જ આ દુર્ઘટના થઈ ગઈ. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત સ્થિર છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પુલ તૂટી પડ્યા પછી ફોર્બ્સ અને બ્રેડોકના વિસ્તારમાં જવાનું ટાળો. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ગેસ લાઇન કાપી નાખવામાં આવી છે. ઘાયલોની મદદ માટે રેડ ક્રોસનો સંપર્ક કરવામાં આવ્યો છે. પિટ્‌સબર્ગ ફાયર બ્રિગેડના વડા ડેરીલ જાેન્સે જણાવ્યું હતું કે અકસ્માત સવારે ૬.૪૫ કલાકે થયો હતો. આ ૫૨ વર્ષ જૂનો પુલ શહેરના પૂર્વ વિસ્તારને મુખ્ય શહેર સાથે જાેડે છે. સામાન્ય દિવસોમાં અહીં ખૂબ ભીડ હોય છે, પરંતુ અકસ્માત સમયે બ્રિજ પર માત્ર ત્રણ-ચાર કાર અને એક બસ હતી. પુલ તૂટી પડવાને કારણે મોટાપાયે ગેસ લીકેજ પણ થયું હતું, જેને અડધા કલાકમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. જાે કે તેના કારણે આ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને પણ અહીંથી હટાવી લેવામાં આવ્યા હતા. પિટ્‌સબર્ગની પોર્ટ ઓથોરિટીના પ્રવક્તા એડમ બ્રાન્ડોલ્ફે જણાવ્યું હતું કે અકસ્માત સમયે પલટી ગયેલી બસમાં ડ્રાઈવર સહિત બે લોકો સામેલ હતા. હજુ સુધી કોઈને ઈજા થવાના સમાચાર નથી. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, તે લોકોનો આભાર માનવામાં આવ્યો છે જેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને મદદ કરી અમેરિકન સોસાયટી ઑફ સિવિલ એન્જિનિયર્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટ અનુસાર, દેશના ૪૨% પુલ ૫૦ વર્ષથી વધુ જૂના છે. તેમાંથી ૭.૫% બ્રિજ, જેની સંખ્યા ૪૫ હજારથી વધુ છે, ખૂબ જ ખરાબ હાલતમાં છે. પેન્સિલવેનિયાના એલેગેની કાઉન્ટીમાં ૧,૫૮૩ પુલમાંથી ૧૭૬ ખરાબ હાલતમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *