અમેરિકા
અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ્સ ડિટેક્ટ કરવા માટે એક નવી રીત શોધી કાઢી છે. શહેરના ગંદા નાળાના પાણીની તપાસ કરવામાં આવી રહી છે કે તેમાં વાઈરસ છે કે કેમ. આ રિસર્ચને અમેરિકાની હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ સપોર્ટ કરે છે. કોરોના વાઈરસ જ્યારે આપણા શરીર પર અટેક કરે છે ત્યારે તે શરીરમાં ઝડપથી મલ્ટિપ્લાય થવા લાગે છે. તેમાંથી કેટલાક કણ આપણાં આંતરડાંમાં ચોંટી જાય છે. જેથી વાઈરસના ફેટી પાર્ટિકલ્સ મળ સાથે ચોંટી જાય છે. શૌચ સાથે આ વાઈરસ ગટરમાં વહી જાય છે. આ ગંદા પાણીના સેમ્પલ્સને જેલ લેબમાં તપાસવામાં આવી રહ્યા છે. પ્રોજેક્ટનું નામ સીવર કોરોના વાઈરસ અલર્ટ નેટવર્ક છે. પ્રોફેસર એલેક્ઝેન્ડ્રિયા બોહેમ અને તેમની ટીમ ૧ વર્ષથી કેલિફોર્નિયામાં આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ટીમ દરરોજ અલગ અલગ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના પાણીના સેમ્પલ ભેગા કરે છે. આ સેમ્પલમાંથી વાઈરસનું જિનેટિક મટિરિયલ ઇદ્ગછ કાઢવામાં આવે છે. ત્યારબાદ તેના જીનોમ સીક્વન્સિંગથી કોરોનાના વેરિઅન્ટની ઓળખ થાય છે. બોહેમના કહેવા પ્રમાણે નવેમ્બરમાં સાઉથ આફ્રિકામાં ઓમિક્રોનનું પ્રથમ અલર્ટ મળ્યા બાદ તેમની ટીમે પોતાના વિસ્તારના ગટરના પાણીમાં આ વેરિઅન્ટની તપાસ શરૂ કરી હતી. ઉૐર્ંએ આ નવાં વેરિઅન્ટને નામ આપ્યું ત્યાં સુધીમાં આ નવાં વેરિઅન્ટના સેમ્પલ અમેરિકામાંથી મળવા લાગ્યા. અર્થાત ઓમિક્રોન પહેલાંથી ઘણા દેશોમાં ફેલાઈ ચૂક્યો હતો. પરંતુ ટ્રેડિશનલ ટેસ્ટિંગને લીધે તેની ઓળખ જલ્દી થઈ શકી નહિ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાઈરસની ઓળખ સૌ પ્રથમ ગટરના પાણીમાં થાય છે. દર્દીને ભલે સંક્રમણના લક્ષણો ન જાેવા મળે. પરંતુ ગટરના ગંદા પાણીમાં વધતા કોરોના વાઈરસની સંખ્યાથી તેની ઓળખ થઈ જાય છે. તેનાથી કોરોનાની નવી લહેરની ઓળખ પહેલાં જ કરી લેવાય છે. આ સિવાય વાઈરસના નવાં વેરિઅન્ટની ઓળખ કરવા માટે પણ આ સારી રીત છે. આ ટેસ્ટમાં જીનોમ સીક્વન્સિંગ કરવું અનિવાર્ય હોવાથી વાઈરસના જીનોમમાં થઈ રહેલા ફેરફારની જાણ મહામારી ફેલાતા પહેલાં થઈ જાય છે. તેથી દર્દીના બીમાર પડવાની, ટેસ્ટિંગ અને રિપોર્ટ આવવાની રાહ જાેવી પડતી નથી.
