International

અમેરિકામાં ઓમિક્રોન વધુ ઘાતક સાબિત થયો

અમેરિકા
અમેરિકામાં, સંક્રમણના મોટાભાગના કેસો હવે ઓમિક્રોન સાથે જાેડાયેલા છે. અગાઉના સંશોધન અહેવાલોએ ઓમિક્રોનને ભલે ઓછો ગંભીર ગણાવ્યો, પરંતુ હકીકત એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતાં વધુ લોકોને બીમાર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણથી થયેલા મૃત્યુના મામલામાં અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. અહીં સંક્રમણને કારણે ૮.૭૮ લાખ લોકોના મોત થયા છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્ર્યુ નોયમરના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન અમેરિકામાં એક લાખથી વધુ લોકોના મોતનું કારણ બનશે. તેમણે કહ્યું કે જ્યારે ઓમિક્રોનનો પ્રભાવ ઓછો થવા લાગે છે, ત્યારે એના પર વાત થશે કે આપણે શું અલગ કરી શક્યા હોત કે જેથી કરીને આ મોતને રોકી શકાતે. તેમણે કહ્યું કે ઓમિક્રોનના લક્ષણો મોટે ભાગે હળવા હોય છે. કેટલાક સંક્રમિત લોકોમાં લક્ષણો પણ જાેવા નથી મળતા. પરંતુ તે ફ્લૂ જેટલો ઘાતક હોઈ શકે છે. તે વૃદ્ધ લોકો માટે જીવલેણ બની શકે છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ડો. રોશેલ વાલેન્સકીએ ઓમિક્રોન અંગે ચેતવણી જારી કરી હતી. તેમણે કહ્યું હતું કે હળવા લક્ષણોનો અર્થ એ નથી કે લોકોએ નિશ્ચિંત થઈ જવું જાેઈએ. વાલેન્સ્કીએ ચક કુલોટા નામના માણસનું ઉદાહરણ ટાંકીને ઓમિક્રોનની ભયાનકતા વર્ણવી. તેમણે કહ્યું હતું કે મિલફોર્ડના ડેલાવેરમાં રહેતો ચક તેનો વ્યવસાય કરતો હતો. તે સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ હતો. ક્રિસમસ પહેલા તે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયો અને એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ૩૧ ડિસેમ્બરે ચકની મોત થઈ ગઈ.અમેરિકામાં કોરોના સંક્રમણનો કહેર સતત ચાલી રહ્યો છે. દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટે અમેરિકાના તંત્રની ચિંતા વધારી દીધી છે. ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે વધુ મૃત્યુ થઈ રહ્યા છે. અમેરિકન તંત્રએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થશે. જાે આપણે આંકડાઓ પર નજર કરીએ તો, અમેરિકામાં ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધુ વિનાશ સર્જી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાયા બાદ નવેમ્બર ૨૦૨૧થી અમેરિકામાં દૈનિક મૃત્યુઆંક વધવાની શરૂઆત થઈ ગઈ હતી.

Omicron.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *